________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
ગુરુ પ્રત્યે શિષ્યભાવ માવજીવ ટકાવી રાખવો. ગુરુ પ્રત્યે ભક્તિ - બહુમાન કરવા. દીક્ષા લીધા પછી તુરત જ જે જે કરવા યોગ્ય છે તે સર્વ અનંતર (= પાંચમા) અધ્યાયમાં જ કહેવામાં આવશે. (૩૮)
तथा- शक्तितस्त्याग : तपसी ॥३९॥२६५॥ इति । शक्तितः शक्तिमपेक्ष्य त्यागं च अर्थव्ययलक्षणं देव-गुरु-सङ्घपूजादौ विषये तपश्च अनशनादि कारणीयः स इति ।।३९।।
શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ કરાવવો. અહીં ત્યાગ એટલે દેવ - ગુરુ - સંઘની પૂજા વગેરેમાં ધનનો વ્યય. શક્તિ પ્રમાણે અનશન વગેરે તપ કરાવવો. (૩૯).
तथा- क्षेत्रादिशुद्धौ वन्दनादिशुद्ध्या शीलारोपणम् ॥४०॥२६६॥ इति ।
क्षेत्रस्य भूमिभागलक्षणस्य आदिशब्दाद्दिशश्च शुद्धौ सत्यां वन्दनादिशुद्ध्या चैत्यवन्दन-कायोत्सर्गकारण-साधुनेपथ्यसमर्पणादिसमाचारचारुतारूपया शीलस्य सामायिकपरिणामरूपस्य करेमि भंते! सामायिकमित्यादिदण्डकोच्चारपूर्वकमारोपणं प्रव्रज्या न्यसनं गुरुणा कार्यमिति। तत्र क्षेत्रशुद्धिः इक्षुवनादिरूपा, यथोक्तम्
उच्छुवणे सालिवणे पउमसरे कुसुमिए व वणसंडे। गंभीरसाणुणाए पयाहिणजले जिणहरे वा ।।१५७।। तथा - पुव्वाभिमुहो उत्तरमुहोव्व दिज्जाऽहवा पडिच्छेज्जा। जाए जिणादओ वा दिसाए जिणचेइयाई वा ।।१५८।। (વિશ૦ રૂ૪૦૪, રૂ૪૦૬) તિ૪િ૦||.
શુદ્ધ ક્ષેત્રમાં અને શુદ્ધ દિશામાં વંદન આદિની શુદ્ધિ પૂર્વક શીલનું આરોપણ કરવું. વંદન આદિની શુદ્ધિપૂર્વક એટલે ચૈત્યવંદન કરાવવું, કાયોત્સર્ગ કરાવવો, સાધુવેષનું અર્પણ કરવું વગેરે સામાચારી સારી રીતે કરવા પૂર્વક. શીલનું આરોપણ કરવું એટલે સામાયિકપરિણામ રૂપ શીલનું કરેમિ ભંતે સામાઈય' ઈત્યાદિ દંડકના ઉચ્ચારણ પૂર્વક ગુરુએ દીક્ષાને યોગ્ય જીવમાં સ્થાપન કરવું. શેરડીની વાડી વગેરે શુદ્ધ ક્ષેત્ર છે. કહ્યું છે કે – “શેરડીની વાડીમાં, ડાંગરના ખેતરમાં, કમળોવાળા સરોવરમાં, પુષ્પોવાળા વનખંડમાં, પડઘો (= શબ્દનો પ્રતિશબ્દો થતો હોય તેવા સ્થળમાં, જ્યાં પાણી પ્રદક્ષિણા આપતું હોય તેવા સ્થળે કે જિનમંદિરમાં દીક્ષા
૨૩૮