________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
॥ श्री धरणेन्द्रपद्मावतीसंपूजिताय श्रीशर्केश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ श्री दान - प्रेम - रामचन्द्र - हीरसूरिसद्गुरुभ्यो नमः ॥
॥ऐं नमः ॥ आचार्यप्रवर - याकिनीमहत्तराधर्मसूनु - श्रीहरिभद्रसूरिविरचितं
श्रीमुनिचन्द्रसूरिविरचितवृत्तिसमलङ्कृतं धर्मबिन्दुप्रकरणम्
प्रथमोऽध्यायः । शुद्धन्यायवशायत्तीभूतसद्भूतसम्पदे। पदे परे स्थितायाऽस्तु श्रीजिनप्रभवे नमः ।।१।।
जयन्तु ते पूर्वमुनीशमेघा यैर्विश्वमाश्वेव हतोपतापम् ।
चक्रे बृहद्वाङ्मयसिन्धुपानप्रपन्नतुङ्गातिगभीररूपैः। ।।२।। यन्नामानुस्मृतिमयमयं सज्जनश्चित्तचक्षुःक्षेपाद्दिव्याञ्जनमनुसरलँलब्धशुद्धावलोकः । सद्यः पश्यत्यमलमतिहृन्मेदिनीमध्यमग्नं गम्भीरार्थं प्रवचननिधिं भारती तां स्तवीमि ।।३।।
विदधामि धर्मबिन्दोरतिविरलीभूतगर्भपदबिन्दोः । भव्यजनोपकृतिकृते यथावबोधं विवृतिमेताम् ।।४।।
ટીકાકારનું મંગલાચરણ भने शुद्ध माय२९थी (= यात्रियी) साथी संपत्ति ( शान. वणे३) સ્વાધીન થઈ છે અને જેઓ મોક્ષમાં રહેલા છે એવા શ્રી વીતરાગ ભગવાનને નમસ્કાર થાઓ. (૧) જેમણે મહાનશાસ્ત્રરૂપ સમુદ્રના જલનું પાન કરીને પોતાના સ્વરૂપને અતિપુષ્ટ અને ગંભીર કરેલું છે એવા જે પ્રાચીન આચાર્ય રૂપી મેઘોએ આ જગતને જલદી તાપ રહિત કરેલું છે તે આચાર્યરૂપ મેઘો હંમેશાં જય પામો. (૨) સજ્જન પુરુષ જેના નામનું સ્મરણરૂપ દિવ્ય અંજન પોતાના ચિત્તરૂપ ચક્ષુમાં આંજવાથી શુદ્ધ પ્રકાશને પ્રાપ્ત કરીને નિર્મલબુદ્ધિવાળા હૃદયરૂપી ભૂમિના મધ્યભાગમાં છૂપાયેલા અને ગંભીર અર્થવાળા એવા પ્રવચનરૂપ રત્નના ભંડારને તત્કાલ જોઈ શકે છે, તે સરસ્વતી દેવીની હું સ્તુતિ કરું છું. (૩) હું મારા બોધ પ્રમાણે, ભવ્ય લોકના ઉપકાર માટે, જેમાં અત્યંત નાનાં અને સારવાળાં પદો (=