SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય વૈભવ પ્રમાણે વિધિથી ક્ષેત્રોમાં દાન કરવું. અર્થાત્ પોતાના વૈભવ મુજબ વિધિથી ક્ષેત્રોને અન્ન, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર વગેરે ઉચિત વસ્તુઓ આપવી. વિધિ હવે પછી તરત જ કહેશે. ક્ષેત્રનો અર્થ પણ હવે પછી જ કહેશે. (૮) विधि क्षेत्रं च स्वयमेव निर्दिशन्नाह સાહિથિર્નિ: સત્તા ૨ દાર ૦૨ રૂતિ . सत्करणं सत्कारः अभ्युत्थाना-ऽऽसनप्रदान-वन्दनरूपो विनयः, स आदिर्यस्य देशकालाराधन-विशुद्धश्रद्धाविष्करण-दानक्रमानुवर्तनादेः कुशलानुष्ठानविशेषस्य स तथा, किमित्याह- विधिर्वर्तते, निःसङ्गता ऐहिक-पारलौकिकफलाभिलाषविकलतया सकलक्लेशलेशाकलङ्कित-मुक्तिमात्राभिसन्धिता, चकारः समुच्चये ।।६९।। વિધિનો અને ક્ષેત્રનો જાતે જ નિર્દેશ કરતા ગ્રંથકાર કહે છે - સત્કાર આદિ અને નિઃસંગતા વિધિ છે. સત્કાર એટલે વિનય. ઊભા થવું, આસન આપવું અને વંદન કરવું એ વિનય છે. સૂત્રમાં કહેલા “આદિ શબ્દથી નીચે પ્રમાણે સમજવું -દેશ-કાલનું આરાધન કરવું, અર્થાત્ દેશ-કાલ પ્રમાણે દાન કરવું, (જેમ કે - આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ વિચારીને જે કાળમાં જે વસ્તુ દુર્લભ હોય તે અધિક પ્રમાણમાં આપવી, હમણાં સુકાળ છે કે દુષ્કાળ ઇત્યાદિ વિચારીને જે કાળમાં જે વસ્તુ દુર્લભ હોય તે અધિક પ્રમાણમાં આપવી, ઈત્યાદિ રીતે દેશ-કાલનું આરાધન કરવું.) વિશુદ્ધ શ્રદ્ધાને પ્રગટ કરવી, અર્થાત્ વિશુદ્ધ શ્રદ્ધા પૂર્વક દાન કરવું. (જેમ કે આપવું પડે માટે આપો એમ નહિ, કિંતુ આપવું એ આપણી ફરજ છે, એમનો આપણા ઉપર મહાન ઉપકાર છે, તેમને આપવાથી આપણા અનેક પાપોનો નાશ થાય છે, ઇત્યાદિ વિશુદ્ધ ભાવનાઓથી આપવું). દાનના ક્રમને અનુસરવું. (જેમ કે શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી, અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું.) ઇત્યાદિ પ્રકારના કુશલ આચરણો દાનનો વિધિ છે. • તથા દાનમાં નિઃસંગતા રાખવી, અર્થાત્ આ લોકના અને પરલોકના ભૌતિક ફલની ઈચ્છા ન રાખવી, જે સકલ ક્લેશોના અંશથી પણ કલંકિત નથી તે મોક્ષનું જ લક્ષ્ય • દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ વગેરે દાનનો મુખ્ય વિધિ છે. આ વિધિનો અહીં નિર્દેશ કર્યો છે. ૧૯૭
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy