________________
૬૨
ઉત્કર્ષ દ્વારમાં અલ્પબદુત્વ છે. ન્યૂન ૭ હાથની અવગાહનાના ૭ હાથમાંથી ૧-૧ પ્રદેશની હાનિથી માંડીને ૨ હાથ સુધીના અસંખ્ય અવગાહનાસ્થાનો છે. ૨ હાથથી માંડીને ૧-૧ પ્રદેશની વૃદ્ધિવાળા તે અવગાહના સ્થાનો ઉપર ઉત્તરોત્તર વિશેષાધિક સિદ્ધો મળે છે. તેથી એક અવગાહના સ્થાનના સિદ્ધો કરતા અસંખ્ય અવગાહનાસ્થાનોના સિદ્ધો અસંખ્યગુણ જ છે. તેથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધો કરતા ન્યૂન ૭ હાથની અવગાહનાવાળા સિદ્ધો અસંખ્યગુણ છે.
પ્રશ્ન - વર્ધમાનસ્વામીના તીર્થમાં ન્યૂન ૭ હાથની અવગાહનાવાળા સિદ્ધો સંખ્યાતા કાળમાં થયેલા છે. તેથી તેઓ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધો કરતા અસંખ્યગુણ શી રીતે હોય ?
જવાબ - ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા તીર્થંકરો થોડા જ હોય. બીજા ૫૦૦ ધનુષ્ય કરતા ૧ પ્રદેશ ન્યૂન કે અધિક અવગાહનાવાળા તીર્થકરો હોય. તેથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ કરતા ન્યૂન ૭ હાથની અવગાહનાવાળા સિદ્ધો અસંખ્યગુણ છે. ઉપરનું અલ્પબદુત્વ બીજી રીતે ઘટતું ન હોવાથી આ વાત આ રીતે જ માનવી. (૧૧) ઉત્કર્ષ -
સિદ્ધોનું અલ્પબદુત્વ
અલ્પ અસંખ્યગુણ
જીવો સમ્યક્ત્વથી નહીં પડેલા સમ્યક્ત્વથી પડ્યાને સંખ્યાત કાળ થયો હોય તેવા સમ્યક્ત્વથી પડ્યાને અસંખ્ય કાળ થયો હોય તેવા સમ્યક્ત્વથી પડ્યાને અનંત કાળ થયો હોય તેવા
સંખ્યાતગુણ
અસંખ્યગુણ