________________
૨૧
ક્ષેત્ર દ્વાર, સ્પર્શના દ્વાર, કાળ દ્વાર ૧૫) અલ્પબદુત્વ -
૧ સમયમાં અનેકસિદ્ધ અલ્પ છે. ૧ સમયમાં એકસિદ્ધ સંખ્યાતગુણ છે.
(ii) ક્ષેત્ર - નિશ્ચય(વર્તમાન)નયની અપેક્ષાએ બધા સિદ્ધોનું ક્ષેત્ર મનુષ્યક્ષેત્રની તુલ્ય છે. એક સિદ્ધનું ક્ષેત્ર પોતાની અવગાહના જેટલું છે.
પૂર્વભાવનયની અપેક્ષાએ
કેવલી જ્યારે શરીરસ્થ હોય ત્યારે લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ હોય છે.
કેવલી જ્યારે કેવલી મુઘાતમાં દંડઅવસ્થામાં હોય ત્યારે લોકના સંખ્યાતમા ભાગમાં અવગાઢ હોય છે.
કેવલી જ્યારે કેવલી સમુદ્ધાતમાં મંથાન અવસ્થામાં હોય ત્યારે લોકના સંખ્યાતા બહુભાગોમાં કે લોકના અસંખ્ય બહુભાગોમાં અવગાઢ હોય છે.
કેવલી જ્યારે કેવલીસમુદ્દઘાતમાં ચોથા સમયે હોય ત્યારે સર્વલોકવ્યાપી છે. | (w) સ્પર્શના એક સિદ્ધ અનંત સિદ્ધોને પોતાના બધા આત્મપ્રદેશોથી સ્પર્શે છે. તેના કરતા અસંખ્ય ગુણ સિદ્ધોને તે પોતાના થોડા આત્મપ્રદેશોથી સ્પર્શે છે. સિદ્ધના ક્ષેત્રમાં તે સિદ્ધની જેટલા આકાશપ્રદેશોમાં અવગાહના હોય તેટલા જ આકાશપ્રદેશો આવે. સિદ્ધની સ્પર્શનામાં તો જેટલા આકાશપ્રદેશોને તે સિદ્ધ સ્પર્શે તે બધા આકાશપ્રદેશો આવે. માટે બન્ને નયોની અપેક્ષાએ સ્પર્શના ક્ષેત્રથી કંઈક વધુ છે.
() કાળ - જ્યાં જ્યાં ન સમયમાં ૧૦૮ સિદ્ધ કહ્યા છે ત્યાં ત્યાં નિરંતર ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી સિદ્ધ થાય છે. જ્યાં જ્યાં ૧ સમયમાં ૨૦ કે ૧૦ સિદ્ધ કહ્યા છે ત્યાં ત્યાં નિરંતર ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી સિદ્ધ થાય છે. શેષ સ્થાનોમાં નિરંતર ઉત્કૃષ્ટથી ૨ સમય સુધી સિદ્ધ થાય છે. બધે જઘન્યથી ૧ સમય સુધી સિદ્ધ થાય છે.
૧. સિદ્ધપ્રાભૃતની ટીકામાં લખ્યું છે કે, “આ સમજાતું નથી, કેમકે મૂળકારનો અભિપ્રાય ખૂબ ગંભીર છે.”