SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કહેતા હતા..... + લોકોત્તર શાસનમાં મર્યાદા કેટલી બધી છે ! કોઈ સામાન્ય સાધુ આવે તો પણ આચાર્યે ઊભા થઈ જ જવું જોઈએ. + જો આચાર્ય ગચ્છને ન સાચવે, ગચ્છની પાલના-લાલના ન રાખે તો એ આચાર્ય કસાઈ કરતાં ય ભયંકર કહ્યા છે. કસાઈ તો એક ભવના પ્રાણ લે છે, પણ આચાર્ય જો સાધુના સંયમનું પાલન ન કરે તો અનંત સંસાર વધારે છે. + ભણાવનાર નાનો હોય તો ય ભણનાર તેને વંદન કરે. + પંન્યાસપદમાં સર્વ શાસ્ત્રો વાંચવાની અનુજ્ઞા આપવાની હોય છે. જેને આ પદ લેવાનું છે તેનું જોખમ વધી જાય છે. + વર્તમાનમાં જેટલાં આગમો છે, તેટલાં તો વાંચી જવા જ જોઈએ. + અયોગ્યને પદવી આપે તે વિરાધક છે. યોગ્યને ન આપે તે ય વિરાધક ! માટે યોગ્યતા ન હોય તો યોગ્યતા પ્રાપ્ત કરવી. “અમુક ઠેકાણે આમ થયું...” એ દૃષ્ટાંત આપણે ન લેવાય. આપણી યોગ્યતા વિચારી લેવી જોઈએ. જો યોગ્યતા નહીં વિચારો તો વિરાધનાના ભાગીદાર બનશો. + ધર્મના લેબાસમાં દુન્યવી દષ્ટિવાળા વધુ ભયંકર છે. + ત્યાગમાર્ગ પર આવ્યા છતાં દુનિયા તરફ, વિષય-કષાય તરફ ધસારો હોય તો ભયંકર બંધ પડે. + સાધુજીવનમાં જેમ બને તેમ ઇંદ્રિયો પર, કષાયો પર કાપ મૂકવો. + આચાર્ય પોતાના રત્નાધિકને વંદના ન કરે, પરંતુ વિનયમર્યાદા ન સાચવે તો આચાર્યને ગચ્છ છોડીને ચાલ્યા જવું પડે.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy