________________
૧૦
પદાર્થોને કોઠાઓ દ્વારા સમજાવ્યા છે. તેથી સમજવામાં ખૂબ સરળતા રહે છે. જયાં જયાં બન્ને ગ્રન્થોના પદાર્થોમાં ભિન્નતા છે ત્યાં ત્યાં ટિપ્પણમાં તેની નોંધ કરેલ છે.
આ પુસ્તકના આધારે આ બન્ને ગ્રન્થોના પદાર્થો સમજવામાં, ગોખવામાં અને બીજાને સમજાવવા ખૂબ જ સુગમતા રહે છે. જેમ શુગરકોટેડ કડવી દવા સહેલાઈથી ગળે ઊતરી જાય છે તેમ આ પુસ્તકના માધ્યમે અઘરા પદાર્થો સહેલાઈથી મગજમાં ઊતરી જાય છે.
વસ્તુને વિવિધ દૃષ્ટિકોણોથી વિચારવાથી તેનો સંપૂર્ણ બોધ થાય છે. તેમ આ બન્ને ગ્રન્થોમાં વિવિધ દ્વારોથી સિદ્ધોની વિચારણા કરી હોવાથી આ પુસ્તકના અભ્યાસ દ્વારા સિદ્ધોનું વિસ્તૃત અને સંપૂર્ણ જ્ઞાન થાય છે.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ સિદ્ધોનું સ્વરૂપ સમજીને પોતાના આત્મામાં રહેલા સિદ્ધત્વને પ્રગટ કરવા પ્રયત્ન કરે અને સિદ્ધ બને એ જ શુભાભિલાષા.
પરમ પૂજ્ય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજાઆ ત્રણ શ્રેષ્ઠ ગુરુદેવોની કૃપાથી જ આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પરમોપકારી ગુરુદેવના ચરણોમાં અનંતશઃ વંદના.
આ પુસ્તકમાં અમે અમારા ક્ષયોપશમ અનુસાર પદાર્થોનું સંકલન કર્યું છે. ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો તે બદલ ક્ષમા યાચીએ છીએ અને તેને સુધારવા બહુશ્રુતોને વિનંતિ કરીએ છીએ. સુરેન્દ્રનગર
લિ. રવિવાર
પરમ પૂજ્ય સમતાસાગર પ્રભુવીરનો અવનકલ્યાણકદિન ૫. પદ્મવિજયજી મહારાજનો વિ.સં. ૨૦૬૯, અષાઢ સુદ ૬ ચરણકજમધુકર આચાર્યવિજયહેમચન્દ્રસૂરિ