________________
४०
दानादिप्रकरणे મહામતિ, મહાન, પૂજનીય, મહાસૌભાગ્યશાળી, એવા કેટલાક વિરલા માનવો જ્ઞાનદાનની ઇચ્છા કરે છે. // ૨૨ || अन्नादेश्च ग्रहीतारस्तारकास्तारचेतसः । दुर्लभा मुनयोऽन्येऽपि दीनाद्याः कतिचिन्नराः ॥२३॥
વળી, અન્ન વગેરેનું ગ્રહણ કરનારા, તારક, વિશાળ હૃદયવાળા એવા મુનિઓ દુર્લભ હોય છે. (સુપાત્રદાનનો યોગ મળવો સહેલો નથી.) વળી કેટલાક દીન (ભિખારી) વગેરે મનુષ્યો પણ દુર્લભ હોય છે. ર૩ છે. सम्पत्त्यभावादशनादि दातुं ज्ञानं च शक्यं सकलैन लोकैः । अदीय[१८-२]मानेऽपि न च गयेऽपि सम्पद्यतेऽस्मिन्नरकादिपातः ॥ २४ ॥
બધા લોકો પાસે તેવી સંપત્તિ કે વિદ્વત્તા નથી હોતી, માટે બધા લોકો અન્ન વગેરે કે જ્ઞાન આપી શકતા નથી. વળી “અન્ન વગેરેનું દાન કે જ્ઞાનનું દાન ન કરો તો નરકમાં જવું પડે,” એવું પણ નથી. ર૪ ||