________________
पञ्चमोऽवसरः
१०५
પ્રશસ્ત જિનશાસનનો જે સ્થિર નરો ઉદ્ધાર કરે છે, તેઓ ધન્ય છે, તેઓ જ ખરા શ્રીમંત છે, તેઓ પરમ કીર્તિના ભાજન બને છે. તેમનો જન્મ કૃતાર્થ છે, તેઓ અઢળક સંપત્તિને પ્રાપ્ત કરે છે. તેઓ સચ્ચરિત્રસંપન્ન છે, તેઓ ચિર કાળ સુધી જીવો. ॥ ૯૫ |
किं किं तैर्न कृतं न किं विवपितं दानं प्रदत्तं न किं ? के (का) वाऽऽपन्न निवारिता तनुमतां मोहार्णवे मज्जताम् ? । नो पुण्यं किमुपार्जितं किमु यशस्तारं न वि (४१ - १)स्तारितं सत्कल्याणकलापकारणमिदं यैः शासनं लेखितम् ॥ ९६ ॥
જેમણે પ્રશસ્ત કલ્યાણોના સમૂહના કારણભૂત એવા જિનશાસન(આગમ)ને લખાવ્યું છે, તેમણે શું શું શુભકાર્ય નથી કર્યું ? શું નથી વાવ્યું ? કયું દાન નથી આપ્યું ? મોહસાગરમાં ડુબતા જીવોની કઇ આપત્તિ નિવા૨ી નથી ? કયા પુણ્યનું ઉપાર્જન નથી કર્યું ? કયાં યશનો વિસ્તાર નથી કર્યો ? (આશય એ છે કે શાસ્ત્ર એ સર્વ સુકૃતોનો આધાર છે, માટે શાસ્ત્રલેખન કરાવનારે સર્વ સુકૃતો કર્યા છે.) (૯૬)
निक्षिप्ता वसतौ सती क्षितिपतेः सम्पत्प्रमोदास्पदं भाण्डागारितमामरं स्थिरतरं श्रेष्ठं गरिष्ठं पदम् ।