________________
જ્ઞાનપિપાસાની મહત્તા વર્ણવી છે, જ્ઞાનહીન પુરુષની નિરર્થકતા દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરી છે અને જ્ઞાનની મહાનતા ગાઈ છે.
(૩) ત્રીજા અવસરમાં અભયદાન સંબંધી ચર્ચા-વિચારણા કરી છે. તેથી આમાં જીવોનું વર્ગીકરણ કર્યું છે, બધા જીવોને જીવવાની ઈચ્છા છે - તેનો સ્વીકાર કરાવ્યો છે, હિંસાથી થતાં ખરાબ પરિણામને ગણાવ્યા છે, સર્વ જીવો પ્રતિ દયાભાવ રાખવાની સલાહ આપી છે. આમાં દયાસંબંધી એક વ્યાખ્યાન છે જેમાં દયા ભાવને લીધે થતાં શુભ કાર્યો અને તેના કારણે થતાં શુભોદયનું વર્ણન છે.
(૪) ચોથા અવસરમાં અન્નદાન સંબંધી વિસ્તૃત વર્ણન છે. જિનમંદિર, જિનબિંબ પ્રતિષ્ઠા, વગેરે સંબંધી દાનનો પણ અહિં ઉલ્લેખ
યાચક વ્યક્તિને અન્નદાન આપવું, અને આપવાથી થતાં શુભ પરિણામોને અહિં કહ્યા છે. જિનમંદિર, જિનબિંબપ્રતિષ્ઠા, શાસ્ત્રોની પ્રતિકૃતિ અને સાચવણી, વગેરેમાં જે ધનનું દાન અપાય છે, તે ધન તેના ધણીને જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. અહિં જિનમંદિર બંધાવવાની ભલામણ કરી છે અને તેનાથી મળતા લાભોની નોંધ કરી છે. પ્રતિમા ભરાવવાની અને પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની મહત્તા વર્ણવી છે અને તેનાથી થતાં લાભોનો ઉલ્લેખ કર્યો છે. જિનપ્રતિમાને આભરણો, પાણી, ચંદન વગેરેથી પૂજવું એવું કહ્યું છે. રથયાત્રાની મહત્તા તથા તેના લાભોનો ઉલ્લેખ અહિં કરેલ છે. એક ઠેકાણે આંતરિક શુદ્ધિની જરૂરિયાત બતાડી છે.
(૫) પાંચમાં અવસરમાં વીતરાગ, વીતદ્વેષ, સર્વજ્ઞ એવા પરમાત્માએ કહેલ આગમોનું વર્ણન છે. મીમાંસકોની ‘મરીયા વેવા:” એવી જે માન્યતા છે તેનું અહિં ખંડન કરેલ છે. જિનવચન તથા તે વચનો જેમાં છે એવા આગમોની પ્રતિકૃતિ અને સાચવણીની અહિં મહત્તા બતાવી છે. અનેકાંતવાદ, સત્ય, કર્મવાદ વગેરેનું વર્ણન અત્રે કરેલ છે.