________________
જ્ઞાનથી પ્રભાવિત કર્યા. પણ ભોજ રાજા એવું ઈચ્છતા ન હતાં કે બીજા રાજાનો વિદ્વાન પુરુષ એમના રાજ્યમાં રહે. એટલે ભોજ રાજા સૂરાચાર્યને મારી નાખવા ઈચ્છતા હતાં. ભવિતવ્યતાના યોગે ધનપાલની સહાયથી સૂરાચાર્ય ત્યાંથી ભાગી દ્રોણાચાર્યને પાટણમાં ભેગા થયા. જીજ્ઞાસુઓ વધારે જાણવા માટે પૂ. પ્રભાચંદ્રસૂરિજીએ લખેલ ‘પ્રભાવક ચરિત્ર' વાંચી શકે.
લેખક રચિત ઉપલબ્ધ ગ્રંથોની નામાવાલી
‘બૃહદ્ ટિપ્પનિકા’માં સૂરાચાર્યે રચેલ ત્રણ ગ્રંથોનો ઉલ્લેખ મળે
છે
(૧)
(૨)
(૩)
કવિ ધનપાલે રચેલ વીરસ્તવ પર વૃત્તિ (૨૨૫ શ્લોક પ્રમાણ) નેમિચરિત્ર મહાકાવ્ય (૧૪૦૦ શ્લોક પ્રમાણ)
દાનાદિ પ્રકરણ
આ ત્રણ ગ્રંથોમાંથી દાનાદિપ્રકરણ, અને તેની પણ એક જ હસ્તપ્રત હાલમાં ઉપલબ્ધ થાય છે.
વિષયસૂચિ
આ ગ્રંથ ૭ અવસરમાં વિભાજિત થયેલ છે.
(૧) પહેલા અવસરમાં ધર્મ અને શુભ કાર્યોની મહત્તા સમજાવી છે. આ ધર્મ કરવા દ્વારા જીવ ભૌતિક અને આધ્યાત્મિક સુખ ભોગવી છેલ્લે સિદ્ધ પદને પણ પ્રાપ્ત કરે છે, એવું અહીં બતાવેલ છે.
(૨) બીજા અવસરમાં જ્ઞાનદાનને વિષે વિસ્તૃત વર્ણન છે. બધા દાનોમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. આધ્યાત્મિક વિકાસ માટે હેય-ઉપાદેયનું જ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી મન-વચન-કાયાની શુદ્ધિ થાય છે. વિદ્યાગુરુનું મહત્ત્વ, અને કેવો વિનયાદિ કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવાનું છે, તેનું વર્ણન અહિં કરેલ છે. વિદ્વાનો પ્રતિ પૂજ્યભાવ પ્રગટ કર્યો છે, ક્રિયાશીલ થવા આગ્રહભરી ભલામણ કરી છે, જ્ઞાનથી થતાં ફાયદા ગણાવ્યા છે,