SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સાત નરકના અસંયોગી વગેરે ભાંગા બનાવવાની રીત પછીના બેસંયોગી ભાંગા (૨-૬) સાથે પછીનો શેષ અંક ૭ જોડવો. ત્યાર પછીના બેસંયોગી ભાંગા (૨-૭) માં અંતે ૭ છે. માટે તેની સાથે અંક ન જોડવા. એમ આગળ પણ દરેક બેસંયોગી ભાંગા સાથે તેના છેલ્લા અંક પછીના અંકો ક્રમશઃ જોડવા. જે બેસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવા. આમ સાત નરકના ત્રણસંયોગી ભાંગા બને છે. સાત નરકના ચારસંયોગી ભાંગા બનાવવાની રીત - દરેક ત્રણસંયોગી ભાંગા સાથે તેના છેલ્લા અંક પછીના અંકો ક્રમશઃ જોડવા. જે ત્રણસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવા. આમ સાત નરકના ચારસંયોગી ભાંગા બને છે. સાત નરકના પાંચસંયોગી ભાંગા બનાવવાની રીત - દરેક ચારસંયોગી ભાંગા સાથે તેના છેલ્લા અંક પછીના અંકો ક્રમશઃ જોડવા. જે ચારસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવા. આમ સાત નરકના પાંચસંયોગી ભાંગા બને છે. સાત નરકના છ સંયોગી ભાંગા બનાવવાની રીત - દરેક પાંચસંયોગી ભાંગા સાથે તેના છેલ્લા અંક પછીના અંકો ક્રમશઃ જોડવા. જે પાંચસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવા. આમ સાત નરકના સંયોગી ભાંગા બને છે. સાત નરકના સાતસંયોગી ભાંગા બનાવવાની રીત – દરેક છસંયોગી ભાંગા સાથે તેના છેલ્લા એક પછીના અંકો ક્રમશઃ જોડવા. જે છસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવા. આમ સાત નરકના સાતસંયોગી ભાંગા બને છે. સાત નરકના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવાની રીત – જેટલી વસ્તુના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા હોય ૧ થી માંડીને તેટલા અંકો એક લીટીમાં લખવા. તેમની નીચે પડ્યાનુપૂર્વીથી તે જ અંકો લખવા.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy