________________
એકથી સાત સુધીની નરકના અસંયોગી વગેરે ભાંગા
(૧) એકથી સાત સુધીની નરકના અસંયોગી વગેરે ભાંગા
૧લી નરક = ૧, ૨જી નરક = ૨, ૩જી નરક = ૩, ૪થી નરક = ૪, ૫મી નરક = ૫, ૬ઠ્ઠી નરક = ૬, ૭મી નરક = ૭ સાત નરકના અસંયોગી ભાંગા બનાવવાની રીત ૧ થી ૭ સુધીના અંકોને ૭ ઊભી લીટીઓમાં અલગ અલગ લખવા. આમ સાત નરકના અસંયોગી ભાંગા બને છે.
-
૧૩૯
સાત નરકના બેસંયોગી ભાંગા બનાવવાની રીત
૧ને સ્થિર રાખી તેની સાથે ક્રમશઃ ૨, ૩, ૪, ૫, ૬, ૭ ને જોડવા. પછી ૨ને સ્થિર રાખી તેની સાથે ક્રમશઃ ૩, ૪, ૫, ૬, ૭ ને જોડવા. પછી ૩ને સ્થિર રાખી તેની સાથે ક્રમશઃ ૪, ૫, ૬, ૭ ને જોડવા. પછી ૪ને સ્થિર રાખી તેની સાથે ક્રમશઃ ૫, ૬, ૭ ને જોડવા. પછી ૫ ને સ્થિર રાખી તેની સાથે ક્રમશઃ ૬, ૭ ને જોડવા. પછી ૬ને સ્થિર રાખી તેની સાથે ૭ને જોડવો. આમ સાત નરકના બેસંયોગી ભાંગા બને છે. સાત નરકના ત્રણસંયોગી ભાંગા બનાવવાની રીત
-
-
દરેક બેસંયોગી ભાંગા સાથે તેના છેલ્લા અંક પછીના અંકો ક્રમશઃ જોડવા. જે બેસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવા. તે આ પ્રમાણે
બેસંયોગી પહેલા ભાંગા (૧-૨) સાથે ૨ પછીના શેષ અંકો ક્રમશઃ જોડવા. પછી બેસંયોગી બીજા ભાંગા (૧-૩) સાથે ૩ પછીના શેષ અંકો ક્રમશઃ જોડવા. પછી બેસંયોગી ત્રીજા ભાંગા (૧-૪) સાથે ૪ પછીના શેષ અંકો ક્રમશઃ જોડવા. પછી બેસંયોગી ચોથા ભાંગા (૧-૫) સાથે ૫ પછીના શેષ અંકો ક્રમશઃ જોડવા. પછી બેસંયોગી પાંચમા ભાંગા (૧-૬) સાથે શેષ અંક ૭ જોડવો. જે બેસંયોગી ભાંગામાં અંતે ૭ હોય તેની સાથે અંક ન જોડવાં. પછી બેસંયોગી સાતમા ભાંગા (૨-૩) સાથે ૩ પછીના શેષ અંકો (૪, ૫, ૬, ૭) ક્રમશઃ જોડવા. ત્યાર પછીના બેસંયોગી ભાંગા (૨-૪) સાથે ૪ પછીના શેષ અંકો ક્રમશઃ જોડવા. ત્યાર પછીના બેસંયોગી ભાંગા (૨-૫) સાથે ૫ પછીના શેષ અંકો ક્રમશઃ જોડવા. ત્યાર