SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયગણિવિરચિત સ્વપજ્ઞઅવચૂરિવિભૂષિત ઝીગાંગેયભંડાપ્રકરણ પદાર્થસંગ્રહ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા શ્રીગાંગેય મહર્ષિએ વિરપ્રભુ સર્વજ્ઞ છે કે નહી એ જાણવા વીરપ્રભુને પૂછેલા નરક વગેરે ગતિઓમાં એક, બે વગેરે જીવોના પ્રવેશને આશ્રયીને થનારા ભાંગાઓ ભગવતીસૂત્રના ૯મા શતકના ૩૨મા ઉદ્દેશામાં બતાવેલા છે. પંડિત શ્રીમે વિજયજીના શિષ્યરત્ન શ્રીવિજયગણિજીએ તેમાંથી ઉદ્ધાર કરીને સંક્ષિપ્ત ભાંગાવાળા અને નષ્ટ ભાંગા-ઉદિષ્ટ ભાંગાના સ્વરૂપવાળા શ્રીગાંગેયભંગ પ્રકરણની રચના કરી છે. તેની ઉપર તેમણે સુંદર અવસૂરિ પણ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. એકથી દશ સુધીના જીવો એકથી સાત સુધીની નરકોમાં કેટલી રીતે પ્રવેશી શકે ? તે આ પ્રકરણમાં કહેવાશે. (૧) તેમાં પહેલા એકથી સાત સુધીની નરકના અસંયોગી વગેરે ભાંગા કહેવાશે. (૨) પછી એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા કહેવાશે. (૩) પછી એકથી દસ સુધીના જીવો એકથી સાત સુધીની નરકોમાં કેટલી રીતે પ્રવેશી શકે ? તે ભાંગા કહેવાશે. (૪) પછી ખોવાયેલા ભાંગાને શોધવાની રીત બતાવાશે, એટલે કે ભાંગાના ક્રમાંક ઉપરથી ભાંગાનું સ્વરૂપ શોધવાની રીત બતાવાશે. (૫) પછી કહેવાયેલા ભાંગાનો ક્રમાંક શોધવાની રીત બતાવાશે, એટલે કે ભાંગાના સ્વરૂપ ઉપરથી ભાંગાનો ક્રમાંક શોધવાની રીત બતાવાશે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy