________________
સપૂણી આર્થિક સહકારી
વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા અધ્યાત્મવિદ્યા વિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજની પાવન પ્રેરણાથી શ્રી કુંથુનાથ ભગવાન જૈન દહેરાસર અને ઉપાશ્રય ટ્રસ્ટ (ગણેશ સિસોદરા - નવસારી) પોતાના જ્ઞાનનિધિ દ્રવ્યમાંથી આ પુસ્તકનો સંપૂર્ણ લાભ લીધેલ છે.
પૂ. સાધ્વીજી શ્રી સૌમ્યજ્યોતિશ્રીજીના શિષ્યા શ્રી શ્રુતપ્રજ્ઞાશ્રીજીની. સિસોદરામાં દીક્ષા થઇ એ પ્રસંગે થયેલી જ્ઞાનખાતાની રકમનો તુરત સદુપયોગ કરી દેવામાં આવશે, એવી જાહેરાત કરી અને એ દ્રવ્યનો તરત સદુપયોગ કરવામાં આવ્યો. એ ખૂબ ખૂબ અનુમોદનીય છે. બીજા સંઘોએ પણ આ પ્રસંગથી પ્રેરણા લેવી જોઇએ.
શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ