________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૮૫
દેશાવગાશિક— દેશાવગાશિક શબ્દમાં દેશ, અવગાશ અને ઇક એમ ત્રણ શબ્દો છે. દેશ એટલે દિવ્રતમાં લીધેલ દિશા પરિમાણનો એક ભાગ, અર્થાત્ દિવ્રતમાં દિશાનું જેટલું પરિમાણ રાખ્યું હોય, તેમાંથી પણ ઓછું કરીને થોડું પરિમાણ રાખવું તે દેશ. દેશમાં અવગાશ=ગમનાદિ ચેષ્ટાનું (=જવા-આવવાનું) સ્થાન તે દેશાવગાશ. દેશાવગાશથી થયેલું વ્રત તે દેશાવગાશિક.
દૃષ્ટિવિષ સર્પનું દૃષ્ટાંત
કોઇક જંગલમાં ષ્ટિવિષ સર્પ રહેતો હતો. તેની દૃષ્ટિમાં મહાવિષ હોવાથી તેની દૃષ્ટિનો વિષય બાર યોજન હતો. તેથી બાર યોજન જેટલી ભૂમિમાં કબૂતરી વગેરે જે કોઇ પક્ષી હોય, સસલો વગે૨ે જે કોઇ સ્થલચર જીવ હોય, તે બધાનો તેણે નાશ કર્યો. તેથી તે માર્ગે ચકલો પણ ફરકતો નથી. એકવાર પોતાની મિત્રમંડલીથી પરિવરેલો એક મહાન મંત્રવાદી તે પ્રદેશમાં આવ્યો. એણે એ પ્રદેશને બધી તરફથી પ્રાણીઓના સંચારથી રહિત જોયો. એ પ્રદેશની હદમાં રહેતા કોઇક માણસને તેણે પૂછ્યું:
આ પ્રદેશ આ રીતે પ્રાણીઓના સંચારથી રહિત કેમ છે ? તેણે કહ્યુંઃ અહીં એક મહાન દષ્ટિવિષ સર્પ છે. તેની દૃષ્ટિનો વિષય બાર યોજન છે. તેથી એણે આ પ્રદેશને અગ્નિથી બળેલા જંગલ સમાન કરી નાખ્યું, એટલે મરણના ભયથી આ પ્રદેશમાં કોઇ પણ જીવ સંચાર કરતો નથી, વિશેષથી શું ? ચકલો વગેરે પ્રાણીઓએ પણ સ્વજીવનના રક્ષણની ઇચ્છાથી આ પ્રદેશનો ત્યાગ કર્યો છે. મંત્રવાદીએ કહ્યું: જો એમ છે તો, મારી પાસે ગુરુપરંપરાથી આવેલો એક ગારુડ મંત્ર છે. તેના પ્રભાવથી હું આ સર્પની દૃષ્ટિના આટલા વિષયનો નિરોધ (=સંક્ષેપ) કરું. પછી તેણે સર્પની નજીકના પ્રદેશમાં જઇને તેના વિષયનો નિરોધ કર્યો. બાર યોજન પ્રમાણ વિષયની માત્ર યોજનપ્રમાણ મર્યાદા કરી, તેથી પણ અધિક સંક્ષેપ કરીને પરિમિત, અતિશય પરિમિત એમ કરતાં કરતાં છેક દૃષ્ટિની નજીક અંગુલ વગેરે પ્રમાણવાળી મર્યાદા કરી. અહીં ઉપનય તો પૂર્વની જેમ જ સ્વબુદ્ધિથી કરવો.
વૈધનું દૃષ્ટાંત
મહા બલવાન શત્રુરાજાના ભયથી કોઇ રાજાએ પોતાના દેશમાં રહેલા પાણી અને ઘાસ વગેરેનો નાશ કરવાની ઇચ્છાથી પોતાના મંડલનો વિષનો