________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૮૪ न परत इत्येतद्वितीयं शिक्षापदं भणितमिह प्रवचने इति । प्रतिदिवसग्रहणं प्रतिप्रहराद्युपलक्षणं प्रतिप्रहरं प्रतिघटिकमिति ॥ ३१८ ॥
અતિચાર સહિત પહેલું શિક્ષાપદ કહ્યું. હવે બીજું શિક્ષાપદ કહે છેગાથાર્થ– દિવ્રતમાં ગ્રહણ કરેલા દિશાપરિમાણનું દરરોજ પરિમાણ કરવું તેને પ્રવચનમાં શિક્ષાવ્રત કહ્યું છે.
ટીકાર્થ– દિવ્રતમાં ઘણા કાળ સુધીનું ઘણું દિશાપરિમાણ કર્યું હોય, તેનો દરરોજ સંક્ષેપ કરીને આટલું જ જવું, આનાથી આગળ ન જવું એમ પરિમાણ કરવું તે બીજું શિક્ષાવ્રત છે. દરરોજના ઉપલક્ષણથી દરેક પ્રહરે અને દરેક ઘડીએ પરિમાણ કરી શકાય. (૩૧૮) देसावगासियं नाम सप्पविसनायओऽपमायाओ । आसयसुद्धीइ हियं, पालेयव्वं पयत्तेणं ॥ ३१९ ॥ [देशावकासिकं नाम सर्पविषज्ञातात् अप्रमादात् । आशयशुद्ध्या हितं पालयितव्यं प्रयत्नेन ॥ ३१९ ॥] दिग्व्रतगृहीतदिक्परिमाणैकदेशो देशस्तस्मिन्नवकाशो गमनादिचेष्टास्थानं तेन निर्वृत्तं देशावकाशिकमिति । नामेति संज्ञा । एतच्च सर्पविषज्ञातात् सर्पोदाहरणेन विषोदाहरणेन च । जहा सप्पस्स पुव्वं बारस जोययाणि विसओ आसी दिट्ठीए पच्छा विज्जावाइएण ओसारतेण जोयणे ठविओ । एवं सावगो दिसिव्वयाहिगारे बहुयं अवरज्झियाइओ पच्छा देसावगासिएणं तं पि ओसारइ । अहवा विसदिटुंतो । अगएण एगाए अंगुलीए ठवियं एवं विभासा । एवमप्रमादात्प्रतिदिनादिपरिमाणकरणे अप्रमादस्तथा चाशयशुद्धिः चित्तवैमल्यं, ततो हितमिदमिति पालयितव्यं प्रयत्नेनेति । इदमपि चातिचाररहितमनुपालनीयमिति ॥ ३१९ ॥
ગાથાર્થ– સર્પ અને વિષના દૃષ્ટાંતથી, અપ્રમાદથી અને આશયશુદ્ધિથી દેશાવગાશિક હિતકર છે, તેથી પ્રયત્નથી પાળવું જોઈએ.
ટીકાર્થ– અપ્રમાદથી– પ્રતિદિન આદિમાં પરિમાણ કરવામાં પ્રમાદનો અભાવ થાય છે.
આશય શુદ્ધિથી– પ્રતિદિન આદિમાં પરિમાણ કરવાથી ચિત્ત નિર્મળ पने छे.