________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૧૦ (દ્રવ્યથી હિંસા હોય, ભાવથી હિંસા ન હોય. દ્રવ્યથી હિંસા ન હોય, ભાવથી હિંસા હોય. દ્રવ્યથી હિંસા હોય, ભાવથી પણ હિંસા હોય. દ્રવ્યથી હિંસા ન હોય, ભાવથી પણ હિંસા ન હોય. એમ હિંસાના ચાર ભેદ છે.) તેમાં હિંસાના પ્રથમ ભેદને કહે છેગાથાર્થ– ટીકાર્થ– ઇર્યાસમિતિમાં ઉપયુક્ત સાધુ જવા માટે પગ ઉપાડે ત્યારે સહસા તેના પગ નીચે બે ઇંદ્રિય વગેરે જીવ આવી જાય, ઉપયુક્ત સાધુના વ્યાપારને પામીને ઘણી વેદનાને પામે અને મરી જાય. (૨૨૩) તે સાધુને બેઇંદ્રિય આદિ જીવ મરવાના કારણે શાસ્ત્રમાં સૂક્ષ્મ પણ કર્મબંધ કહ્યો નથી. કારણ કે તે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરતો હોવાથી અપ્રમત્ત છે. તીર્થંકર-ગણધરોએ પ્રમાદને હિંસા કહી છે. આ હિંસા દ્રવ્યથી છે, ભાવથી નથી. (૨૨૪)
साम्प्रतं भावतो न द्रव्यत इत्युच्यतेमंदपगासे देसे, रज्जु किलाहिसरिसयं दटुं । अच्छित्तु तिक्खखग्गं, वहिज्ज तं तप्परीणामो ॥ २२५ ॥ [मन्दप्रकाशे देशे रज्जु कृष्णाहिसदृशीं दृष्ट्वा । आकृष्य तीक्ष्णखड्गं हन्यात् तां तत्परिणामः ॥ २२५ ॥] मन्दप्रकाशे देशे ध्यामले निम्नादौ रज्जुं दर्भादिविकाररूपां कृष्णाहिसदृशी कृष्णसर्पतुल्यां दृष्ट्वा आकृष्य तीक्ष्णखड्गं वधेत्तां हन्यादित्यर्थः तत्परिणामो वधपरिणाम इति ॥ २२५ ॥
सप्पवहाभामि वि, वहपरिणामाउ चेव एयस्स । नियमेण संपराइयबंधो खलु होइ नायव्वो ॥ २२६ ॥ [सर्पवधाभावेऽपि वधपरिणामादेवैतस्य । नियमेन सांपरायिको बन्धः खलु भवति ज्ञातव्यः ॥ २२६ ॥]
सर्पवधाभावेऽपि तत्त्वतः वधपरिणामादेवैतस्य व्यापादकस्य नियमेन सांपरायिको बन्धो भवपरम्पराहेतुः कर्मयोगः खलु भवति ज्ञातव्य इति ॥ २२६॥ હવે ભાવથી હિંસા છે, દ્રવ્યથી નથી એમ કહે છે
ગાથાર્થ– ટીકાર્થ- અંધકારવાળા અને નીચાણવાળા વગેરે પ્રદેશમાં રહેલા, દર્ભ ઘાસ આદિમાંથી બનાવેલા, અને કાળા સર્પ સમાન દોરડાને