________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૯ અહીં ભાવાર્થ આ છે– ચોથી ગાથામાં જિનવચન સાંભળે એ માટે શરીર આદિની અસારતા અને સંવેગાદિની સારતા જણાવી છે. હવે આ ગાથામાં કહે છે કે જિનવચન શ્રવણ કરે એ માટે સમ્યગ્દષ્ટિ શ્રાવકને શરીર આદિની અસારતા અને સંવેગાદિની સારતા બતાવવાની જરૂર જ નથી. સમ્યગ્દષ્ટિ શ્રાવકને સ્વભાવથી જ જિનવચન શ્રવણનો તે રીતે અત્યંત દઢરાગ હોય છે કે જેથી તે જિનવચનના શ્રવણમાં પ્રવૃત્તિ કરે ४ छे. तेथी “सोमणे ते श्रीप" से युऽत छ. (५) निरूपितः श्रावकशब्दार्थः । सांप्रतं द्वादशविधं श्रावकधर्ममुपन्यस्यन्नाहपंचेव अणुव्वयाई, गुणव्वयाइं च हुंति तिन्नेव । सिक्खावयाइं चउरो, सावगधम्मो दुवालसहा ॥ ६ ॥ [पञ्चैवाणुव्रतानि गुणव्रतानि च भवन्ति त्रीण्येव । शिक्षाव्रतानि चत्वारि श्रावकधर्मो द्वादशधा ॥ ६ ॥]
पञ्चेति सङ्ख्या । एवकारोऽवधारणे, पञ्चैव न चत्वारि षड् वा । अणूनि च तानि व्रतानि चाणुव्रतानि महाव्रतापेक्षया चाणुत्वमिति स्थूप्राणातिपातादिविनिवृत्तिरूपाणीत्यर्थः ॥ गुणव्रतानि च भवन्ति त्रीण्येव न न्यूनाधिकानि वा । अणुव्रतानामेवोत्तरगुणभूतानि व्रतानि गुणव्रतानि दिग्व्रतभोगोपभोगपरिमाणकरणानर्थदण्डविरतिलक्षणानि, एतानि च भवन्ति त्रीण्येव । शिक्षापदानि च शिक्षाव्रतानि वा, तत्र शिक्षा अभ्यासः स च चारित्रनिबन्धनविशिष्टक्रियाकलापविषयस्तस्य पदानि स्थानानि तद्विषयाणि वा व्रतानि शिक्षाव्रतानि, एतानि च चत्वारि सामायिकदेशावकाशिकपौषधोपवासातिथिसंविभागाख्यानि । एवं श्रावकधर्मो द्वादशधा द्वादशप्रकार इति गाथासमासार्थः । अवयवार्थं तु महता प्रपञ्चेन ग्रन्थकार एव वक्ष्यति ॥ ६ ॥
શ્રાવક શબ્દના અર્થનું નિરૂપણ કર્યું. હવે બાર પ્રકારના શ્રાવક ધર્મની ભૂમિકા કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ શ્રાવકધર્મ બાર પ્રકારનો છે.
ટીકાર્થ– પાંચ અણુવ્રતો- અણુવ્રતો પાંચ જ છે, છ કે ચાર નથી. અણુ એટલે નાનું. મહાવ્રતોની અપેક્ષાએ અણુ-નાનાં વ્રતો તે અણુવ્રતો. સ્થૂલ પ્રાણાતિપાત આદિથી વિરમણ સ્વરૂપ પાંચ અણુવ્રતો છે.