________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૮ ટીકાર્થ– ' શરીર અશાશ્વત છે, પ્રત્યેક ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળું છે. સ્વજન શોક અને દુ:ખનું કારણ છે. સ્વજનનો સંયોગ ક્ષણ વિનશ્વર છે. ધન સમૂહને મેળવવાનો કષ્ટભરેલો વ્યવસાય ક્યારે ય પૂર્ણ થતો નથી. આથી શરીર વગેરે અસારભૂત છે. તીર્થંકર વચનના શ્રવણથી પ્રગટેલા સંવેગ વગેરે ગુણો જન્મ-જરા-મરણ-રોગ-શોક વગેરે ઉપદ્રવ સમૂહથી રહિત મોક્ષનું કારણ છે. આથી સારભૂત છે. માટે જિનવચન સાંભળવું જોઇએ. (૪)
अथवाहोइ दढं अणुराओ, जिणवयणे परमनिव्वुइकरम्मि । सवणाइगोयरो तह, सम्मदिट्ठिस्स जीवस्स ॥ ५ ॥ [भवति दृढमनुरागो जिनवचने परमनिर्वृतिकरे । श्रवणादिगोचर तथा सम्यग्दृष्टेर्जीवस्य ॥ ५ ॥] यद्वा किमनेन निसर्गत एव भवति जायते दृढमत्यर्थमनुरागः प्रीतिविशेष: क्व जिनवचने तीर्थकरभाषिते किंविशिष्टे परमनिर्वृतिकरे उत्कृष्टसमाधिकरणशीले किंगोचरोऽनुरागो भवतीत्यत्राह- श्रवणादिगोचरः श्रवणश्रद्धानानुष्ठानविषय इत्यर्थः । तथा तेन प्रकारेण कस्येत्यत्राह- सम्यग्दृष्टेजीवस्य प्रक्रान्तत्वाच्छ्रावकस्येत्यर्थः । अतोऽसौ श्रवणे प्रवर्तत एव ततश्च शृणोतीति श्रावक इति युक्तमिति गाथाभिप्रायः ॥ ५ ॥
અથવાગાથાર્થ- સમ્યગ્દષ્ટિ જીવને ઉત્કૃષ્ટ સમાધિ કરવાના સ્વભાવવાળા જિનવચનના શ્રવણ આદિમાં દઢ અનુરાગ હોય છે.
ટીકાર્થ– સમ્યગ્દષ્ટિ– અહીં શ્રાવકનું વર્ણન પ્રસ્તુત હોવાથી સમ્યગ્દષ્ટિ શબ્દથી સમ્યગ્દષ્ટિ શ્રાવક સમજવો.
અનુરાગ=પ્રીતિવિશેષ.
શ્રવણ આદિમાં– આદિ શબ્દથી શ્રદ્ધા અને આચરણ એ બેનું ગ્રહણ કરવું. સમ્યગ્દષ્ટિ શ્રાવકને જિનવચનના શ્રવણનો, જિનવચનની શ્રદ્ધાનો અને જિનવચનને આચરવાનો દઢ (=અત્યંત) અનુરાગ હોય છે.