________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૪૬
હવે બીજું વાદસ્થાન ગાથાર્થ– ટીકાર્થ– દુઃખયુક્ત કૃમિ-કીડી વગેરે જીવો પાપથી સંસારમાં ભમે છે. આથી પાપના નાશ માટે તે જીવોને મારી નાખવા જ જોઈએ. એમ બીજાઓ=સંસારમોચકો કહે છે. (૧૩૩) ता पाणवहनिवित्ती, नो अविसेसेण होइ कायव्वा । अवि अ सुहिएसु अन्नह, करणिज्जनिसेहणे दोसो ॥ १३४ ॥ [तत्प्राणवधनिवृत्तिः नो अविशेषेण भवति कर्तव्या । अपि च सुखितेषु अन्यथा करणीयनिषेधने दोषः ॥ १३४ ॥]
यस्मादेवं तत् तस्मात्प्राणवधनिवृत्ति विशेषेण भवति कर्तव्या अपिच सुखितेषु सुखितविषये कर्तव्या तव्यापादन एव दोषसंभवादन्यथा यद्येवं न क्रियते ततः करणीयनिषेधने दोषः। कर्तव्यो हि परलोकार्थिना दुःखितानां पापक्षयः । तन्निवृत्तिकरणे प्रव्रज्यादिदाननिवृत्तिकरणवद्दोष इत्येष पूर्वपक्षः ॥ १३४ ॥
ગાથાર્થ– તેથી પ્રાણવધનિવૃત્તિ સામાન્યથી ન કરવી જોઇએ, કિંતુ સુખી જીવોને આશ્રયીને કરવી જોઈએ. અન્યથા કર્તવ્યના નિષેધમાં દોષ થાય.
ટીકાર્થ– દુઃખી જીવોને તો મારી જ નાખવા જોઈએ તેથી પ્રાણવધની નિવૃત્તિ ( કોઈપણ ત્રસ જીવનો વધ ન કરવો એમ) સામાન્યથી ન કરવી જોઇએ, કિંતુ (સુખી ત્રસ જીવોનો વધ ન કરવો એમ) સુખી જીવોને આશ્રયીને કરવી જોઈએ. કારણ કે સુખી જીવોને જ મારવામાં દોષ થાય, દુઃખી જીવોને મારવામાં દોષ ન થાય. જો (સુખી ત્રસ જીવોનો વધ ન કરવો) એમ ન કરવામાં આવે તો જે તે દુઃખી જીવોને મારી નાખવા એ) કરવા યોગ્ય તેનો નિષેધ કરવામાં દોષ થાય. પરલોકના અર્થી જીવોએ દુઃખીઓના પાપનો ક્ષય કરવો જોઇએ. દુ:ખીઓના પાપક્ષયની નિવૃત્તિ (=વિરતિ) કરવામાં પ્રવ્રજ્યાદિના દાનની નિવૃત્તિ કરવાની (દીક્ષાદિને આપનારને રોકવાની) જેમ દોષ છે. આ પૂર્વપક્ષ છે. (૧૩૪)
अत्रोत्तरमाहतहवहभावे पावक्खओ त्ति न उ अट्टझाणओ बंधो । तेसिमिह किं प्रमाणं, नारगनाओवगं वयणं ॥ १३५ ॥ [तथावधभावे पापक्षय इति न त्वार्तध्यानतो बन्धः । તેષામિદ વિ પ્રમvi નારાયોપમ વવનમ્ | શરૂI]