________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૩૭ प्रत्याख्याते इह परित्यक्ते अत्र कस्मिन्नागरकजिघांसने निर्गतमपि निःक्रान्तमपि ततो नगरात् तं नागरकं नतो व्यापादयतो ऽन्यत्रापि न किं जायते वधविरतिभङ्गः प्रत्याख्यानभङ्गो जायत एवेति ॥ १२० ॥ ઉક્ત ગાથાના ભાવાર્થને કહે છે–
ગાથાર્થ નગરજનના વધનું પ્રત્યાખ્યાન કર્યું છતે કોઈ નગરજન નગરમાંથી નીકળી ગયો હોય તો પણ બીજા સ્થળે પણ તેનો વધ કરનારની વધવિરતિનો ભંગ શું નથી થતો? અર્થાત્ થાય જ છે. (૧૨૦)
इत्थं दृष्टान्तमभिधाय अधुना दार्खान्तिकयोजनां कुर्वनाहइय अविसेसा तसपाणघायविडं काउ तं तत्तो । थावरकायमणुगयं वहमाणस्स धुवो भंगो ॥ १२१ ॥ [इय अविशेषात् त्रसप्राणघातविरतिं कृत्वा तं ततः । स्थावरकायमनुगतं घ्नतो ध्रुवो भङ्गः ॥ १२१ ॥]
इय एवमविशेषात्सामान्येनैव सप्राणघातविरतिमपि कृत्वा तं त्रसं ततस्त्रसकायात् द्वीन्द्रियादिलक्षणात् स्थावरकायमनुगतं विचित्रकर्मपरिणामात्पश्चात्पृथिव्यादिषूत्पन्नं जतो व्यापादयतो ध्रुवो भङ्गोऽवश्यमेव भङ्गो निवृत्तेरिति । संभवति चैतद्यस्त्रसोऽपि मृत्वा श्रावकारम्भविषये स्थावरः प्रत्यागच्छति, स च तं व्यापादयतीति । ततश्च विशेष्यप्रत्याख्यानं कर्तव्यमनवद्यत्वादिति ॥ १२१ ॥ . આ પ્રમાણે દષ્ટાંતને કહીને હવે તેની દાન્તિકમાં યોજના કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– આ પ્રમાણે સામાન્યથી જ (=કોઇ વિશેષણ લખ્યા વિના) ત્રસ પ્રાણીઓના ઘાતની વિરતિ કરીને ત્રસમાંથી સ્થાવરમાં ગયેલા તે જીવનો ઘાત કરનારને અવશ્ય વ્રતભંગ થાય.
ટીકાર્થ– આ સંભવે છે કે ત્રસ પણ પછી મરીને વિચિત્ર કર્મપરિણામથી પૃથ્વીકાયાદિ સ્થાવરમાં ઉત્પન્ન થાય, અને શ્રાવકના આરંભનો વિષય બને. શ્રાવક તેને મારે. તેથી તેના વ્રતનો ભંગ થાય. આથી વિશેષથી (==સમાં વિશેષણ ઉમેરીને) પ્રત્યાખ્યાન કરવું જોઇએ. કારણ કે તેનું પ્રત્યાખ્યાન નિર્દોષ છે. (૧૨૧)