________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩ કાર્યોમાં ઘણાં વિનોનો સંભવ છે. કહ્યું છે કે- “મોટાઓને પણ કલ્યાણકારી કાર્યોમાં ઘણાં વિનો આવે છે. અકલ્યાણકારી કાર્યોમાં વિનો ક્યાંય ભાગી જાય છે.” આ પ્રકરણ સમ્યજ્ઞાનનો હેતુ હોવાથી કલ્યાણકારી છે. આથી વિનસમૂહના નાશ માટે પણ મંગલ કરવા માટે આ ગાથા કહી છે.
વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા બુદ્ધિમાન પુરુષો પ્રયોજન વગેરેથી રહિત કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી. આથી પ્રયોજન આદિને જણાવવા માટે આ ગાથા કહી છે.
તેમાં મરતે વંદિત્તા=“અરહંતોને વંદન કરીને એ પદોથી ઈષ્ટ દેવને નમસ્કાર કહ્યો છે. ઈષ્ટ દેવને કરેલો આ નમસ્કાર જ વિઘ્નસમૂહના નાશનો હેતુ છે. સાવથમ ઇત્યાદિ પદોથી પ્રયોજન આદિ ત્રણનું પ્રતિપાદન કર્યું છે.
આ પ્રમાણે ગાથાનો આ સામાન્ય અર્થ છે. ગાથાનો વિશેષ અર્થ આ પ્રમાણે છે
અરહંતોને વંદન કરીને- અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્ય આદિ સ્વરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરહંત. અરહંત એટલે તીર્થંકર. તીર્થકરોને વંદન કરીને.
બારે ય પ્રકારના શ્રાવક ધર્મને– અણુવ્રત વગેરે કોઈ એક વિભાગવાળા શ્રાવક ધર્મને કહીશ એમ નહિ, કિંતુ બારે ય પ્રકારના સંપૂર્ણ શ્રાવક ધર્મને કહીશ. શ્રાવક શબ્દનો અર્થ હવે પછી કહેવામાં આવશે.
१. अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર આ આઠ પ્રાતિહાર્યો જિનેશ્વરોને હોય છે.”
અશોકવૃક્ષ– અશોકવૃક્ષ સમવસરણના મધ્યમાં હોય છે. ભગવાનના શરીરથી બાર ગણું ઊંચું અને ગોળાકારે ચારે બાજુ યોજન સુધી પહોળું-વિસ્તારવાળું હોય છે. આની રચના વ્યંતર દેવો કરે છે. તેનો રંગ રક્ત=લાલ હોય છે 1 સુરપુષ્પવૃષ્ટિ– સમવસરણની ભૂમિમાં ધૂળ શમાવવા માટે દેવો ઘનસાર આદિથી મિશ્રિત જળની વૃષ્ટિ કરે છે. ત્યારબાદ પુષ્પવૃષ્ટિ કરે છે. ડીંટા નીચે રહે તેમ, ઊંચાઇમાં જાનુ સુધી અને વિસ્તારમાં યોજન સુધી વિવિધ રંગનાં પુષ્પો વર્ષાવે છે. તેટલા પ્રમાણવાળા પણ પુષ્પોને સ્વેચ્છાથી ફરતા કોટાકોટિ દેવો અને મનુષ્યોના પગથી કચડાવા છતાં જરા પણ વેદના થતી નથી.