________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦૭ જિનમાં અવિશ્વાસ થાય છે – આપ્ત તરીકે સ્વીકારેલાના વચનમાં સંશય ઉદ્ભવે નહિ. (સંશય ઉદ્ભવ્યો છે એટલે નક્કી થયું કે જિનને આપ્ત (ઋવિશ્વાસ કરવા યોગ્ય) તરીકે સ્વીકાર્યા નથી. આમ સંશયથી જિનમાં અવિશ્વાસ થાય છે.)
સમ્યકત્વમાં જિનમાં અવિશ્વાસ અનુચિત જ છે– જિનમાં વિશ્વાસના અભાવ વિના સમ્યકત્વમાં મલિનતા ન જ થાય. આથી સમ્યક્ત્વની વિદ્યમાનતામાં જિનમાં અવિશ્વાસ કરવો એ અનુચિત જ છે.
આ રીતે શંકા સમ્યક્ત્વનો અતિચાર છે. અહીં પરિણામ વિશેષને આશ્રયીને અતિચાર જાણવો. અથવા અતિચાર થયે છતે નયમતના ભેદથી સમ્યકત્વમાં માત્ર સ્કૂલના થાય છે, અથવા સમ્યકત્વનો અભાવ થાય છે. બીજાઓએ પણ કહ્યું છે કે- “એક પણ પદાર્થમાં શંકા થયે છતે અરિહંતમાં વિશ્વાસ નાશ પામે છે, અને તે દર્શન (=અવિશ્વાસવાળું દર્શન) મિથ્યા છે. અરિહંતમાં અવિશ્વાસ સંસારની ગતિઓનું પ્રથમ (=મુખ્ય) કારણ છે.” (૮૯) प्रतिपादितं शङ्काया अतिचारत्वम् अधुना दोषमाहनासइ इमीइ नियमा, तत्ताभिनिवेस मो सुकिरिया य । तत्तो अ बंधदोसो, तम्हा एयं विवज्जिज्जा ॥ ९० ॥ [नश्यत्यनया नियमात्तत्त्वाभिनिवेशो मो सुक्रिया च । તતશ વધતોષ: તસ્માનાં વિવર્જયેત્ II ૨૦ ll] .
नश्यत्यनया शङ्कया हेतुभूतया अस्यां वा सत्यां नियमान्नियमेनावश्यतया तत्त्वाभिनिवेशः सम्यक्त्वाध्यवसाय: श्रद्धाभावादनुभवसिद्धमेतत् । मो इति पूरणार्थो निपातः । सुक्रिया च शोभना चात्यन्तोपयोगप्रधाना क्रिया च नश्यति श्रद्धाभावात् । एतदपि अनुभवसिद्धमेव । ततश्च तस्माच्च तत्त्वाभिनिवेशसुक्रियानाशात् बन्धदोषः कर्मबन्धापराधः । यस्मादेवं तस्मादेनां शङ्कां विवर्जयेत् । ततश्च मुमुक्षुणा व्यपगतशङ्केन सता मतिदौर्बल्यात्संशयास्पदमपि जिनवचनं सत्यमेव प्रतिपत्तव्यं सर्वज्ञाभिहितत्वात्तदन्यપાર્થવતિ | ૨૦ || શંકાનું અતિચારપણું કહ્યું. હવે શંકાથી થતા દોષને કહે છે