________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦૨ કીર્તિવાળો તે પ્રત્યેકબુદ્ધ થયો. કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં ઇંદ્રનાગ અધ્યયન કહ્યું, અને બધાં કર્મોનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કર્યો.
આ પ્રમાણે મિથ્યાત્વના કદાગ્રહનો અભાવરૂપ ગુણથી જેમ ઇંદ્રનાગે સમ્યકત્વ વગેરે ગુણો પ્રાપ્ત કર્યા, તેમ બીજાઓ પણ પામે. (૮૫) इदं च सम्यक्त्वमतिचाररहितमनुपालनीयमित्यतस्तानाहसम्मत्तस्सइयारा, संका कंखा तहेव वितिगिच्छा । परपासंडपसंसा, संथवमाई य नायव्वा ॥ ८६ ॥ [सम्यक्त्वस्यातिचाराः शङ्का काङ्क्षा तथैव विचिकित्सा । परपाषण्डप्रशंसा संस्तवादयश्च ज्ञातव्याः ॥ ८६ ॥]
सम्यक्त्वस्य प्रानिरूपितशब्दार्थस्यातिचारा अतिचरणानि अतिचारा असदनुष्ठानविशेषाः यैः सम्यक्त्वमतिचरति विराधयति वा । ते च शङ्कादयः । तथा चाह- शङ्का काङ्क्षा तथैव विचिकित्सा परपाषण्डप्रशंसा संस्तवादयश्च ज्ञातव्याः । आदिशब्दादनुपबृंहणास्थिरीकरणादिपरिग्रहः । संस्तवादयश्च ज्ञातव्याः । शङ्कादीनां स्वरूपं वक्ष्यत्येवेति ॥ ८६ ॥
આ સમ્યકત્વ અતિચાર રહિત પાળવું જોઇએ. આથી સમ્યકત્વના અતિચારોને કહે છે–
ગાથાર્થ– શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડપ્રશંસા અને પરપાખંડસંસ્તવ વગેરે સમ્યક્ત્વના અતિચારો જાણવા.
ટીકાર્થ– સમ્યક્ત્વ શબ્દનો અર્થ પૂર્વે ૪૩મી ગાથામાં કહ્યો છે. અતિચાર એટલે અતિચરણ. અતિચારો તેવા અસદ્ આચરણ વિશેષો છે કે જે અસદ્ આચરણ વિશેષોથી જીવ સમ્યકત્વને ઓળંગી જાય છે, અથવા વિરાધે છે.
મૂળ ગાથામાં રહેલા આદિ શબ્દથી અનુપબૃહણા અને અસ્થિરીકરણ વગેરેનું ગ્રહણ કરવું.
શંકા આદિનું સ્વરૂપ ગ્રંથકાર જ હવે પછી કહેશે જ. (૮૬)संसयकरणं संका, कंखा अन्नन्नदसणग्गाहो । संतंमि वि वितिगिच्छा, सिज्झिज्ज न मे अयं अट्ठो ॥ ८७ ॥