________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૯૪ આસ્રવ કહ્યો. હવે બંધ કહેવાય છે–
ગાથાર્થ– ક્રોધાદિ કષાયના કારણે જીવ (જ્ઞાનાવરણીય વગેરે) કર્મને યોગ્ય પુદ્ગલોને (પરમાણુઓને) ગ્રહણ કરે તે બંધ છે. તે બંધ પ્રકૃતિસ્થિતિ-અનુભાગ-પ્રદેશ એમ ચાર પ્રકારનો જ છે.
ટીકાર્થ– બંધ- તેવા પ્રકારની મર્યાદાથી ગ્રહણવિશેષ (=કર્માણુઓને આત્માની સાથે દૂધ-પાણીની જેમ એકમેક કરવા) તે બંધ કહેવાય છે.
પ્રકૃતિબંધ– જ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિરૂપ છે. સ્થિતિબંધ– પ્રકૃતિબંધની જ જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ.
અનુભાગબંધ– ભવિષ્યમાં જે કર્મનો જે પ્રમાણે વિપાકનો ( ફળનો) અનુભવ થાય તે કર્મનો તે પ્રમાણે અનુભાગબંધ કહેવાય.
પ્રદેશબંધ- આત્મપ્રદેશોની સાથે કર્માણુઓનો યોગ થવો અને કાળે (=ભવિષ્યકાળ) જ વિશિષ્ટ વિપાક વિના જેનું વેદન થાય તે પ્રદેશબંધ. (૮૦) उक्तो बन्ध इदानीं संवरमाहआसवनिरोह संवर, समिईगुत्ताइएहि नायव्यो । कम्माण णुवायाणं, भावत्थो होइ एयस्स ॥ ८१ ॥ [आश्रवनिरोधः संवरः समितिगुप्त्यादिभितिव्यः । कर्मणामनुपादानं भावार्थो भवत्येतस्य ॥ ८१ ॥]
आश्रवनिरोधः संवरः । आश्रव उक्त एव । तन्निरोधः कात्स्न्येन निश्चयतः सर्वसंवर उच्यते । शेषो व्यवहारसंवर इति । स समितिगुप्त्यादिभिर्ज्ञातव्यः । उक्तं च- "स समितिगुप्तिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः" इत्यादि (तत्त्वार्थाधिगमसूत्रम् ९-४) कर्मणामनुपादानं भावार्थो भवत्येतस्य संवरस्य । इह यावानेवांशः कर्मणामनुपादानहेतुर्धर्मादीनां तावानेवेह गृह्यते । शेषस्य तपस्येवान्तर्भावात् तस्य च प्रागुपात्तक्षयनिमित्तत्वादिति । अत्र बहु वक्तव्यम् तत्तु नोच्यते गमनिकामात्रत्वादारम्भस्येति ॥ ८१ ॥
બંધ કહ્યો. હવે સંવરને કહે છે–
ગાથાર્થ– આમ્રવનો નિરોધ કરવો એ સંવર છે. સમિતિ-ગુપ્તિ આદિથી સંવર જાણવો, કર્મોનું ગ્રહણ ન કરવું એ સંવરનો ભાવાર્થ છે.