________________
I]
માનવના મગજમાં કાળ, પરિસ્થિતિ, સંયોગ આદિના આધારે અનેક ઇચ્છાઓ જન્મે છે અને વિલય પામે છે. જેમ મહાસાગરમાં મોજાં . પણ એક મહી ઇચ્છા એવી છે કે, જે સદા રહે છે. કોઇ પણ સંયોગોમાં, કોઇ પણ કાળમાં કે કોઇપણ પરિસ્થિતિમાં તેનું પરિવર્તન થતું નથી. એ મહાઇચ્છા છે ‘સદા સંપૂર્ણ શાંતિમય જીવનની.” જંગતનો કોઇ માનવી એવો નથી કે જેનામાં આ ઇચ્છા સદા ન હોય. | સર્વ મનુષ્યોને જીવન ગમે છે. કોઇ પણ મનુષ્યને મરવું ગમતું નથી. તે નિરુપાયે જ મરે છે. કેટલીક વાર કોઇ મનુષ્યમાં મરવાની ઇચ્છા પ્રગટે છે, પણ તે ઇચ્છા કોઇ દુઃખના કારણે જન્મે છે, નહિ કે મરણ પ્રિય છે માટે. આથી જ એ પણ સિદ્ધ થાય છે કે મનુષ્યને સદા જીવન જોઇએ છે, પણ શાંતિ હોય તો. શાંતિ પણ અમુક ટાઇમ પૂરતી જ જોઇએ છે એમ નથી, કિંતુ સદા માટે જોઇએ છે. સદા શાંતિ પણ સર્વ પ્રકારના દુ:ખથી રહિત જોઇએ છે. દુ:ખનો એક અંશ પણ ગમતો નથી. આથી મનુષ્યોને “સદા સંપૂર્ણ શાંતિમય જીવનની ઇચ્છા છે, એમાં કોઇથી પણ ના કહી શકાય તેમ નથી. | મનુષ્યોને સદા સંપૂર્ણ શાંતિમય જીવનની ઇચ્છા હોવા છતાં મોટા ભાગના મનુષ્યો દુ:ખની - અશાંતિની આગમાં ભડથું થઇ રહ્યા છે એમ માનવ જગત ઉપર દષ્ટિપાત કરતાં જણાઇ આવે છે. તેઓ પૂર્ણ શાંતિ તો દૂર રહી, અપૂર્ણ શાંતિ પણ પામતા નથી, તેમનું જીવન અશાંતિમય હોય છે.
જીવનમાં અશાંતિ કેમ છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય, એ પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. અહીં આપેલું એ સત્ય સમાધાન દુનિયાના ભૌતિક કોઇ શાસ્ત્રમાંથી નહિ મળે. | અશાંતિમય જીવનનું પ્રધાન કારણ મોહ અને અજ્ઞાનતા છે. રેશમનો કીડો કે કરોળિયો સ્વયં ઉત્પન્ન કરેલી જાળમાં ફસાય છે, તેમ જીવો અજ્ઞાનતાના યોગે જાતે જ ઉત્પન્ન કરેલાં અનેક પ્રકારનાં દુઃખોની જાળમાં અટવાઇ જાય છે.