SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેમ કે આંગળી. આંગળી એક જ કાળે મૂર્તરૂપે અવસ્થિત છે. વક્રપણે વિનાશ પામે છે અને સ૨ળપણે ઉત્પન્ન થાય છે. અર્થાત્ વાંકી આંગળીને સીધી કરવામાં આવે ત્યારે આંગળીમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ ત્રણે ધર્મ હોય છે. કેમ કે વક્રપણા રૂપે એનો વિનાશ થયો છે. સરળતા રૂપે એની ઉત્પત્તિ થાય છે. આંગળી રૂપે વિદ્યમાન છે. જેમ આંગળીમાં ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિ હોવાથી આંગળી સત્ છે (=વિદ્યમાન છે) તેમ જીવ વગેરે સઘળા સત્ છે. કેમ કે તેમનામાં ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિ છે. અવિરુદ્ધ=જિનવચન સંગત છે. કેમ કે જિનવચનમાં કોઇ વિરોધ નથી. અજર=જિનવચન વૃદ્ધાવસ્થાથી રહિત છે. (કેમ કે જિનવચનને પામેલો જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. મોક્ષમાં શરીર જ ન હોવાથી વૃદ્ધાવસ્થા ન હોય.) અભયકર=જિનશાસન અભયને કરે છે. (કેમ કે જિનવચનને પામેલો આત્મા ભયથી રહિત બને છે.) અહીં ભાવના આ પ્રમાણે છે– જેવી રીતે હેતુ-દૃષ્ટાંતથી સિદ્ધ થયેલા અને અવિરુદ્ધ એવા રસાયણનું સેવન કરવામાં આવે તો એ રસાયણ શરીરને વૃદ્ધાવસ્થાથી રહિત અર્થાત્ કરચલીઓથી અને પળિયાંઓથી (=સફેદ વાળથી) રહિત કરે છે તથા ભયથી રહિત=ક્ષુદ્ર ઉપદ્રવોથી રહિત કરે છે, તેવી રીતે હેતુ-દૃષ્ટાંતોથી સિદ્ધ થયેલા અને અવિરુદ્ધ સર્વજ્ઞવચનનું સારી રીતે સેવન કરવામાં આવે=સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તો જિનવચન વૃદ્ધાવસ્થા-મરણ-ભયનો નાશ કરે છે. (૭૭) अथैनमेवार्थं दृष्टान्तेन समर्थयते यद्वत् कश्चित् क्षीरं, मधुशर्करया सुसंस्कृतं हृद्यम् । पित्तार्दितेन्द्रियत्वाद्, वितथमतिर्मन्यते कटुकम् ॥ ७८ ॥ यद्वत् यथा कश्चित् कोऽपि क्षीरं दुग्धं मन्यते कटुकमिति संटङ्कः । कीदृशम् ? मधुना - क्षौद्रेण युक्ता शर्करा - मत्स्यण्डी तया सुसंस्कृतमिति૧. ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુń સત્=જે ઉત્પત્તિ-વિનાશ-સ્થિરતાથી યુક્ત હોય તે સત્ કહેવાય. (તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૫/૨૯) પ્રશમરતિ ૦ ૬૨
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy