________________
શરીરના કારણે ઇન્દ્રિયોનું નિર્માણ થાય છે. ઇન્દ્રિયોનું નિર્માણ થયે છતે જીવને વિષયોમાં આસક્તિ થાય છે એમ પૂર્વે (૩૯મી ગાથામાં) કહ્યું છે. આથી હવે ઇન્દ્રિયોમાં આસક્ત જીવને થતા અનર્થોને પાંચ આર્યાઓથી કહે છે
ગાથાર્થ– કલ, રિભિત અને મધુર સંગીતથી વાજિંત્ર અને સ્ત્રીઓના ઝાંઝર વગેરે આભૂષણના ધ્વનિ આદિથી શ્રવણેન્દ્રિયમાં આસક્ત હૃદયવાળો જીવ હરણની જેમ વિનાશને પામે છે.
ટીકાર્થ– કલ-સંભળાતું હોય ત્યારે મનને ગમે તેવું. રિભિત=ઘોલના સ્વરથી શ્રેષ્ઠ. (ઘોલના સ્વરનો એક પ્રકાર છે.) મધુર-કર્ણને સુખ આપે તેવું. આદિ શબ્દથી વીણા વગેરેનું ગ્રહણ કરવું. (૪૧) गतिविभ्रमेङ्गिताकारहास्यलीलाकटाक्षविक्षिप्तः । रूपावेशितचक्षुः, शलभ इव विपद्यते विवशः ॥ ४२ ॥
गतिविभ्रमः-सविकारगमनम्, यद्वा पृथग्वे पदे, ततो गतिः-मण्डनतारूपा, विभ्रमो-मनोहराभरणानामङ्गेषु रचनात्मकः । यद्वा विभ्रमः-चिरकालात् प्रियदर्शने प्रीत्या सोत्सुकमुत्थानम्, इङ्गितं तु-स्निग्धावलोकनम्, यद्वा महामतिज्ञेयं गूढं मनश्चेष्टितम्, आकारस्तु-स्तनमुखोरुसन्निवेशो, यद्वा सर्वशरीरस्य हृद्यं संस्थानम् । हास्यं तु-सविलासं सलीलं हसनम् । लीलापदं सर्वक्रियासु प्रवर्तनम् । कटाक्षः-सरागं तिर्यनिरीक्षणम्, यद्वा चित्रा दृष्टिसंवरा, एतैर्गत्यादिभिर्विक्षिप्तो-विह्वलीकृतः सः, तथा रूपावेशितचक्षुः-वनितारूपादौ निवेशितदृष्टिः शलभ इव विपद्यते, विवशः-पतङ्गवद्विनश्यत्यशरण इति ॥ ४२ ॥
ગાથાર્થ– લીલાપૂર્વક ગતિવિભ્રમ, લીલાપૂર્વક ઇંગિત, લીલાપૂર્વક આકાર, લીલાપૂર્વક હાસ્ય અને લીલાપૂર્વક કટાક્ષથી વિહલ કરાયેલ, સ્ત્રીનું રૂપ આદિમાં જેણે દૃષ્ટિ સ્થાપી છે તેવો અને (એથી જ) વિવશ જીવ પતંગિયાની જેમ વિનાશ પામે છે.
પ્રશમરતિ - ૩૯