SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્યસ્થિતિ આ પ્રમાણે છે- વેદનીયની બાર મુહૂર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને બાકીના પાંચ કર્મોની અંતર્મુહૂર્ત જઘન્યસ્થિતિ છે. આ આર્યાથી પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ (એમ ચાર પ્રકારનો બંધ) અને પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, રસઉદય અને પ્રદેશઉદય (એમ ચાર પ્રકારનો ઉદય) કહેલો જાણવો. (૩૬) साम्प्रतमस्य चतुर्विधबन्धस्य यथासम्भवं हेतूनाहतत्र प्रदेशबन्धो, योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ॥ ३७ ॥ तत्र-तेषु प्रकृतिबन्धादिषु मध्ये प्रदेशबन्ध उपलक्षणत्वात् प्रकृतिबन्धश्च योगात्-मनोवाक्कायरूपात् शुभात् शुभ इतरस्मादितरो भवतीति । तथा तस्य प्रदेशबन्धप्रकृतिबन्धोपात्तस्य कर्मणोऽनुभवनम्-अनुभावो-वेदनं कषायवशात् । तथा स्थितेः पाकविशेषो-जघन्यमध्यमोत्कृष्टस्थितिनिर्वर्तनं तस्य कर्मणो भवति-जायते लेश्याविशेषेण 'कषायपरिणामो लेश्या' इति वचनात् परमार्थत રૂત્ય ર્યાર્થઃ | રૂ૭ || હવે આ ચાર પ્રકારના બંધના યથાસંભવ હેતુઓને કહે છે ગાથાર્થ– પ્રકૃતિબંધ આદિ ચાર બંધોમાં પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ યોગથી થાય છે, કર્મના રસનો વિપાક (=રસનું ફળ) કષાયના કારણે થાય છે. સ્થિતિવિપાકવિશેષલેશ્યા વિશેષથી થાય છે. ટીકાર્થ– યોગ-મન-વચન-કાયા રૂપ યોગ. શુભયોગથી શુભ અને અશુભયોગથી અશુભ પ્રકૃતિબંધ-પ્રદેશબંધ થાય છે. મૂળ ગાથામાં પ્રકૃતિબંધનો ઉલ્લેખ નથી. પ્રદેશબંધના ઉપલક્ષણથી પ્રકૃતિબંધનું ગ્રહણ કર્યું છે. સ્થિતિવિપાકવિશેષઃસ્થિતિના ફળની તરતમતા. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ વેશ્યાવિશેષથી (=લેશ્યાની તરતમતાથી) થાય છે, અર્થાત્ વેશ્યાની તરતમતાના આધારે સ્થિતિબંધમાં તરતમતા આવે છે. પ્રશમરતિ • ૩૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy