SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ततोऽपि च्युतः नरलोकमेत्य-आगत्य सर्वगुणसम्पदं-विषयसुखसमृद्धि दुर्लभां पुनः लब्ध्वा शुद्धः सन् स सिद्धिमेष्यति । क्व ? भवाष्टकाभ्यन्तरे नियमात्-नियमेनेति । आर्यासप्तकस्य श्रावकधर्मविधिप्रतिपादकस्यायं સંક્ષેપર્થ તિ / રૂ૦૮ || હવે ગૃહસ્થાશ્રમમાં પરિપૂર્ણ ધર્મથી યુક્ત શ્રાવકોના અનંતર-પરંપર ફળને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ ટીકાર્થ (ચારિત્ર ન લઈ શકવાથી) જે () ગૃહવાસમાં રહીને (નિ.નિ) જિનેશ્વરના વચનમાં નિશ્ચિત રહે છે, (સુo=) જીવાદિ પદાર્થને સારી રીતે જાણે છે, (રન =) સમ્યગ્દર્શનમૂલગુણ-ઉત્તરગુણ સંબંધી ભાવનાઓથી અંતઃકરણને વાસિત કરે છે, (૩૦૨) સદા સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચોરી, પરસ્ત્રીગમન, સ્થૂલ પરિગ્રહ અને રતિ-અરતિનો ત્યાગ કરે છે, અણુવ્રતોથી ઉપર દિશાપરિમાણવ્રત, દેશાવગાશિક, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધ, ભોગોપભોગપરિમાણ એ વ્રતોને ધારણ કરે છે, નીતિથી મેળવેલા અને કથ્ય અનાદિનું વિધિપૂર્વક સાધુઓને દાન કરવા દ્વારા અતિથિ સંવિભાગ કરે છે, (૩૦૩-૩૦૪) આદરપૂર્વક શક્તિ મુજબ ઘરમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરે છે, સુગંધી દ્રવ્ય-પુષ્પ-કેસર-ધૂપ-દીપ વગેરે દ્રવ્યોથી પૂજા કરે છે, (૩૦૫) સદા પ્રશમ પ્રેમનો પિપાસુ રહે છે, તીર્થંકર-આચાર્યસાધુઓને વંદન કરવામાં તત્પર રહે છે, મૃત્યકાળે ધર્મધ્યાનપૂર્વક શાસ્ત્રોક્ત શરીર-ઉપકરણ-કષાયોનો સંકોચ કરવા રૂપ સંલેખનાને કરે છે, (૩૦૬) તે જીવ મૃત્યુ પામીને સૌધર્મ વગેરે દેવલોકમાં ઇંદ્રપણાને કે સામાનિક દેવપણાને પામે છે, અથવા પ્રધાન સ્થાનને પામે છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ સુખને અનુભવે છે. (૩૦૭) પછી મનુષ્યલોકમાં આવીને દુર્લભ એવી વિષયસુખરૂપ સમૃદ્ધિને ફરી મેળવીને શુદ્ધ થયો છતો આઠ ભાવોમાં નિયમાં મોક્ષમાં જશે. શ્રાવકધર્મની વિધિની પ્રતિપાદક સાત આર્યાઓનો આ સંક્ષેપમાં અર્થ છે. (૩૦૮). ૧. પ્રસ્તુત ટીકામાં યોકોન પદનો વ્યાપારેખન એવો અર્થ કર્યો છે. મોટી ટીકામાં યોન પદનો ધ્યાનેન એવો અર્થ કર્યો છે. અનુવાદમાં મોટી ટીકાના આધારે અર્થ લખ્યો છે. પ્રશમરતિ ૦ ૨૪૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy