________________
यथा मुक्तस्य समयमेकं गतिर्भवति तथा हेतूनाहपूर्वप्रयोगसिद्धेर्बन्धच्छेदादसङ्गभावाच्च । गतिपरिणामाच्च तथा, सिद्धस्योर्ध्वं गतिः सिद्धा ॥ २९४ ॥ सिद्धस्योर्ध्वं गतिः सिद्धा । कुतः ?, हेतुवृन्दात्, तदेवाह-पूर्वप्रयोगसिद्धेः कुम्भकारभ्रामितचक्रस्य कुम्भकारव्यापाराभावेऽपि कियत्कालभ्रमणवत् । बन्धनच्छेदादेरण्डफलवत् । असङ्गभावादलाबुवत् । अत्रार्थे आगमगाथा'लाऊ एरंडफले अग्गी धूमे य इसु धणुविमुक्के । गइ पुव्वपओगेणं एवं સિદ્ધાળવિ ગગો ? ' ત્તિ / ર૬૪ ||
મુક્તજીવની (યોગ ન હોવા છતાં) એક સમય (ઊર્ધ્વ) ગતિ થાય છે, તેનાં કારણોને કહે છે
ગાથાર્થ– પૂર્વપ્રયોગસિદ્ધિથી, બંધ છેદથી, અસંગભાવથી અને ગતિપરિણામથી સિદ્ધજીવની ઊર્ધ્વગતિ સિદ્ધ થાય છે.
ટીકાર્થ–પૂર્વપ્રયોગસિદ્ધિથી યોગનિરોધની પહેલાના યોગના=પ્રયોગના સંસ્કારો રહેલા હોય છે. એ સંસ્કારોની સહાયથી આત્મા ઊર્ધ્વગતિ કરે છે. જેમ કુંભાર ચાકડાને હાથથી ગતિમાન કરીને હાથ લઈ લે છે, છતાં પૂર્વના સંસ્કારોથી ચક્રની ગતિ થયા કરે છે, તેમ મુક્તાત્મામાં વર્તમાનમાં યોગનો અભાવ હોવા છતાં પૂર્વયોગના સંસ્કારોથી તે ઊર્ધ્વગતિ કરે છે.
બંધચ્છેદથી=એરંડાનું ફલ પાકતાં તેના ઉપર પડ સૂકાઇને ફાટી જાય છે ત્યારે તેમાં રહેલ બીજ બંધન દૂર થવાથી ઊછળે છે, તેમ સિદ્ધાત્મા કર્મરૂપબંધનથી રહિત થવાથી ઉપર જાય છે.
અસંગભાવથી=માટીનો લેપ લગાડીને જળમાં ડૂબાવેલું તુંબડું લેપનો સંગ દૂર થતાં પાણીની ઉપર આવી જાય છે, તેમ મુક્તાત્મા કર્મરૂપ સંગથી રહિત થતાં ઉપર જાય છે.
ગતિપરિણામથીeગતિપરિણામ એટલે ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ. જેમ દીપકજયોતિ આદિનો ઊર્ધ્વગમન સ્વભાવ છે, તેમ આત્માનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ હોવાથી મુક્તાત્મા ઉપર જાય છે.
પ્રશમરતિ : ૨૩૯