SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (મુક્તિ પામવાની પૂર્વે કેવળજ્ઞાનીના શરીરની અવગાહના કેટલી થાય છે. તે કહે છે–). ગાથાર્થ– છેલ્લા ભવમાં જે કેવળીના શરીરનું જેવું સંસ્થાન હોય અને જેટલી ઊંચાઈ હોય તેનાથી તે કેવળીના શરીરના સંસ્થાન અને ઊંચાઈ ત્રીજો ભાગ ન્યૂન થઈ જાય છે. ભાવાર્થ- સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી ધ્યાનના બળે શરીરના મુખ અને ઉદર વગેરે ખાલી ભાગો ઘન થઈ જાય છે=પૂરાઈ જાય છે, અર્થાત્ શરીર સંકોચાઈ જાય છે. શરીર સંકોચાઈ જવાથી શરીરની આકૃતિ અને ઊંચાઇ ત્રીજા ભાગની ઓછી થઈ જાય છે. આથી આત્મપ્રદેશો પણ શરીરને અનુરૂપ બને છે. આથી જ મોક્ષમાં આત્માની અવગાહના છેલ્લા ભવના શરીરની અપેક્ષાએ ૨/૩ ભાગની હોય છે. (૨૮૧). सोऽथ मनोवागुच्छासकाययोगक्रियार्थविनिवृत्तः । अपरिमितनिर्जरात्मा, संसारमहार्णवोत्तीर्णः ॥ २८२ ॥ अथ योगनिरोधानन्तरं स केवली मनसो वाचः उच्छासस्य कायस्य च ये योगा याश्च क्रियाः ये चार्थाः-प्रयोजनानि एतेषां यथायोगं समासः तेभ्यो विनिवृत्तो, योगत्रयसाध्यक्रियाविकलो यः स तथा । अपरिमित-निर्जरात्माअन्तर्मुहूर्तमात्रेणैव पञ्चाशीतिकर्मक्षयकारी । संसारमहार्णवोत्तीर्णः-अपगताशेषसंसारभयः सन् । शैलेशीमेतीति वक्ष्यमाणेन सम्बन्धः ॥ २८२ ।। | | કૃતિ યોનિરોણાધિકાર. ૨૨ એ ગાથાર્થ– યોગનિરોધ પછી તે કેવળી મન-વચન-ઉચ્છવાસ-કાયાના યોગો, ક્રિયાઓ અને પ્રયોજનો (હેતુઓ કે કાર્યો)થી નિવૃત્ત થાય છે, અર્થાત્ યોગો રહેતા નથી, યોગોની ક્રિયાઓ રહેતી નથી અને યોગોનાં કારણો કે કાર્યો રહેતા નથી. તથા તે કેવળીનો આત્મા અપરિમિત નિર્જરા કરે છે અને સંસારરૂપ મહાસાગરને તરી જાય છે. ટીકાર્થ– અપરિમિત નિર્જરા કરે છે=અંતર્મુહૂર્ત માત્રમાં ૮૫ કર્મોનો ક્ષય કરે છે. પ્રશમરતિ - ૨૩૦
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy