SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ જે ક્રમથી યોગનિરોધ કરે છે તે ક્રમને કહે છે ગાથાર્થ– પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય મનોયોગથી અસંખ્યગુણહીન (બાદર) મનોયોગનો વિરોધ કરે છે. પર્યાપ્ત હીન્દ્રિયના જઘન્ય વચનયોગથી અસંખ્યગુણહીન (બાદર) વચનયોગનો વિરોધ કરે છે. પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાયના જઘન્ય શ્વાસોચ્છવાસથી અસંખ્ય ગુણહીન શ્વાસોચ્છવાસનો વિરોધ કરે છે. પર્યાપ્તપનકના જઘન્ય કાયયોગથી અસંખ્યગુણહીન કાયયોગનો નિરોધ કરે છે. ટીકાર્થ– અહીં તાત્પર્ય આ પ્રમાણે છે– સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિયનો જેટલો જઘન્ય મનોયોગ હોય તેનાથી અસંખ્યગુણહીન મનોયોગનો પ્રત્યેક સમયે બાદર કાયયોગના બળથી નિરોધ કરે. આમ કરતાં એક અંતર્મુહૂર્તમાં બાદર મનોયોગ નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી પર્યાપ્તદ્રીન્દ્રિયનો જેટલો જઘન્ય વચનયોગ હોય તેનાથી અસંખ્યગુણહીન વચનયોગનો પ્રત્યેક સમયે બાદર કાયયોગના બળથી નિરોધ કરે. આમ કરતાં એક અંતર્મુહૂર્તમાં બાદર વચનયોગનો નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાયના શ્વાસોચ્છુવાસથી અસંખ્યગુણહીન શ્વાસોચ્છવાસનો પ્રત્યેક સમયે બાદર કાયયોગના બળથી નિરોધ કરે. આમ કરતાં એક અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્વાસોચ્છવાસનો નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી સૂક્ષ્મ કાયયોગના બળથી અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગનો પૂર્વવત્ નિરોધ કરે. પછી એક અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. આમ કુલ આઠ અંતર્મુહૂર્ત થયા. પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે. પછી અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ મનોયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે. પછી અંતર્મુહૂર્ત સુધી વિશ્રાંતિ લે. પછી એક અંતર્મુહૂર્તથી સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરે.' (૨૭૮-૨૭૯) सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपगस्ततो ध्यात्वा । विगतक्रियमनिवर्ति, त्वनुत्तरं ध्यायति परेण ॥ २८० ॥ ૧. અહીં પંચસંગ્રહના આધારે વિશેષથી જણાવ્યું છે. પ્રશમરતિ - ૨૨૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy