SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા રૂપ છે. વિચય એટલે આજ્ઞાનો અર્થનો નિર્ણય કરવો, અર્થાત્ આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞાવિચય નામનું ધ્યાન છે. આગ્નવ, વિકથા, ગૌરવ અને પરીષહ આદિથી અપાય થાય છે. ધર્માર્થી જીવ શાસ્ત્રનિષિદ્ધ આસ્રવ આદિને આચરવાથી થતા આ લોક સંબંધી અને પરલોકસંબંધી અનર્થને વિચારે તે અપાયવિજય નામનું ધ્યાન છે. ટીકાર્થ– આસ્રવ=પ્રાણાતિપાત વગેરે. વિકથા=સ્ત્રીકથા વગેરે. ગૌરવ ઋદ્ધિગારવ વગેરે. પરીષહ= ક્ષુધા પરીષહ વગેરે. (૨૪૭) अशुभशुभकर्मपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥ २४८ ॥ तृतीयचतुर्थभेदयोः स्वरूपमाह-अशुभानि च द्व्यशीतिप्रमाणानि पूर्वोक्तानि शुभानि द्विचत्वारिंशत्प्रमाणानि च तानि च तानि कर्माणि च तेषां पाकाविपाका रसविशेषा एकद्वित्रिचतुःस्थानिकाः क्वथ्यमानकटुकमधुररसोन्नीयमानस्वरूपास्तेषामनुचिन्तनमेवार्थो-वाच्यं यस्य स तथा । क एवंविधो ? विपाकविचय इति तृतीयभेदः स्यादिति । द्रव्याणि षट् क्षेत्रम्ऊर्ध्वाधस्तिर्यग्लक्षणं तयोराकाराः-आकृतयस्तासामनुगमनं-चिन्तनं । तत्कि ? संस्थानविचयस्तु स्यादिति चतुर्थभेद इति ॥ २४८ ॥ ગાથાર્થ– અશુભ-શુભ કર્મોના વિપાકનું ચિંતન કરવું એ જ કહેવું છે જેનું તે વિપાક વિચય, અર્થાત્ અશુભ-શુભ કર્મોના વિપાકનું (ત્રફળનું) ચિંતન કરવું તે વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. છ દ્રવ્યોની અને ઊધ્વદિ ત્રિવિધ ક્ષેત્રની આકૃતિનું ચિંતન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. ટીકાર્થ– પૂર્વે કહેલાં ૮૨ કર્મો અશુભ છે અને ૪૨ કર્મો શુભ છે. વિપાક એટલે રસવિશેષ. એકસ્થાનિક, ધિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુઃસ્થાનિક એમ ચારભેદવાળો રસવિશેષ વિપાક છે. (જો કે વિપાકનો અર્થ ફળ થાય. પણ ફળ રસના આધારે મળે છે. આથી અહીં રસવિશેષને ૧. મોટી ટીકામાં મર્થ શબ્દનો પ્રયોજન અર્થ કર્યો છે. બાળ જીવોને સમજવામાં તે અર્થ વધારે સરળ છે. આ અર્થ પ્રમાણે શબ્દાર્થ આ પ્રમાણે થાય- અશુભ-શુભ કર્મોના વિપાકનું ચિંતન કરવું એ પ્રયોજન છે જેનું તે વિપાકવિચય ધર્મધ્યાન છે. પ્રશમરતિ • ૨૦૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy