SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ પરિણામ– (પરિણામ એટલે દ્રવ્યોમાં થતો ફેરફાર. જેમ કે શીત આદિ ઋતુમાં ફેરફાર. બાલ્યાવસ્થા આદિ અવસ્થાનો ફેરફાર. નવામાંથી જૂનું થવું વગેરે.) પરિણમવું (=મૂળ સ્વરૂપનું જુદા રૂપે થવું) તે પરિણામ. જેમ કે અંકુરો વધે છે અને ઘટે છે. ઇત્યાદિ કાળથી થયેલ ઉપકાર છે. વર્તનાવિધિ=(વર્તના એટલે વર્તવું-હોવું) વિધિ એટલે પ્રકાર. વર્તનાનો પ્રકાર તે વર્તનાવિધિ. આ વસ્તુ વર્તે છે, આ વસ્તુ વર્તતી નથી એ પ્રમાણે જે બોલાય છે તે પણ કાળની અપેક્ષાએ છે. જેમ કે આ કાળમાં આ વસ્તુ પ્રવર્તે છે. આ કાળમાં આ વસ્તુ પ્રવર્તતી નથી. પરત્વ-અપરત્વ=(જૂનું-નવું કે નાનું-મોટું વગેરે. જેમ કે) પચાસ વર્ષના માણસથી પચીસ વર્ષનો માણસ નાનો છે. પચીસ વર્ષના માણસથી પચાસ વર્ષનો માણસ મોટો છે. આ કાળથી કરાયેલ છે. હવે જીવદ્રવ્ય કયા ઉપકારથી ઉપકાર કરે છે, તે કહે છે— એક જીવ અન્ય જીવ ઉપર સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ, વૃદ્ધિ કે રક્ષા આદિ દ્વારા ઉપકાર કરે છે. સમ્યક્ત્વ આદિ ત્રણ પ્રસિદ્ધ છે. વીર્ય એટલે શક્તિવિશેષ. શિક્ષા=ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. (૨૧૮) एवं जीवाजीवावभिधाय सम्प्रति पुण्यापुण्यपदार्थद्वयमाह पुद्गलकर्म शुभं यत्, तत्पुण्यमिति जिनशासने दृष्टम् ३ । यदशुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ४ ॥ २१९ ॥ सूचकत्वात्सूत्रस्य पुद्गलमयं पौद्गलिकं, किमेवंविधमित्याह-कर्म । तच्च द्वेधा । तत्र यच्छुभं तत् पुण्यमिति जिनशासने दृष्टं । यदशुभं तत् पापम् । अथानन्तर्ये । इति भवति सर्वज्ञनिर्दिष्टं । तत्र पुण्यप्रकृतयः-‘सायं उच्चागोयं सत्तत्तीसं तु नामपयडीओ । तिन्नि य आऊणि तहा बायालं पुन्नपयडीओ ॥ १ ॥' पापप्रकृतयस्तु यथा- 'नाणंतरायदसगं दंसण नव मोहपयइ छव्वीसं । નામમ્સ વત્તીસં તિખ્ખું ધર પાવાઓ ॥ ૨ ॥' || ૨૬ ॥ I આ પ્રમાણે જીવ અજીવને કહીને હવે પુણ્ય-પાપ એ બે પદાર્થોને કહે છે— પ્રશમરતિ • ૧૮૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy