SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સમૃદ્ધ એવા સર્વજ્ઞશાસન રૂપ નગરમાં પ્રવેશ કરવાનું અલ્પજ્ઞાનીઓ માટે જો કે અશક્ય છે, તો પણ જેમ 'આમ-તેમ વિખરાયેલા ધાન્યકણોને શોધવા માટે રંક મનુષ્ય નગરમાં પ્રવેશ કરે તેમ, કૃતવૈભવ અને બુદ્ધિવૈભવથી રહિત હું અશક્તિનો વિચાર કર્યા વિના (પૂર્વ મહાપુરુષોના પ્રભાવથી) આમ-તેમ વેરાયેલા પ્રવચનાર્થના કણોને શોધવા સર્વજ્ઞશાસન નગરમાં પ્રવેશ પામવાની ઇચ્છાવાળો થયો છું. ટીકાર્થ– અહીં અનંત પદનો સંબંધ ગમ વગેરે બધા પદોની સાથે છે. તેથી અનંત ગમ, અનંત પર્યય, અનંત હેતુ, અનંત નય, અનંત શબ્દ એવો અર્થ થાય. ગમ=સમાન પાઠો. (સૂત્રમાં એક સરખા પાઠો આવે તેને ગમ કહેવામાં આવે છે.) પર્યય=ઘટ વગેરે શબ્દોના શુટ વગેરે અન્ય નામો, અર્થાતુ પર્યય એટલે પર્યાયવાચી શબ્દો. અર્થ=શબ્દોના અભિધેયો, અર્થાત્ શબ્દથી જે કહેવા યોગ્ય હોય તે. હેતુ=જેના વિના સાધ્ય સિદ્ધ ન થઈ શકે તે હેતુ. (જેમકે– પર્વતો વદ્વિમાન ધૂમાત્ અહીં ધૂમ વિના પર્વતમાં વક્તિ સિદ્ધ ન થઈ શકે. માટે ધૂમ હેતુ છે.) ૧. અવયવો છમ છું એ સ્થળે અવયવ શબ્દનો ટીકાકારે મર્થથાિનાં એવો અર્થ કર્યો છે, અહીં અર્ધ એટલે અધું એવો અર્થ નથી, કિંતુ અવયવ અર્થ છે. અવયવ શબ્દ ધાન્યની સાથે સંબંધવાળો હોવાથી અર્થાન્યાનાં એટલે ધાન્યના અવયવોકકણો એવો અર્થ થાય. ૩છી શબ્દનો પ્રસિદ્ધ અર્થ તો વીણનાર એવો છે. છતાં ટીકાકારે મીત્રને અર્થ કર્યો છે. માત્ર એટલે એકત્રિત થવું=ભેગું થવું. એટલે શબ્દાર્થ કરવામાં આવે તો ધાન્યના કણોનું એકત્રિત થવું એવો અર્થ થાય. પણ આવો અર્થ પ્રસ્તુતમાં બંધબેસતો નથી. આથી અનુવાદમાં પ્રસ્તુત વિષયને અનુરૂપ આમ તેમ વેરાયેલા ધાન્યના કણો એવો અર્થ કર્યો છે. કેમકે ૩૭ી એટલે વેરાયેલી વસ્તુને વીણનાર એવો અર્થ થાય છે અથવા વ સ્વાર્થમાં છે એમ સમજીએ તો આમ તેમ વેરાયેલી વસ્તુને વણવી એવો અર્થ થાય. આથી ઉપચારથી ૩ચ્છ એટલે આમ-તેમ વેરાયેલ વસ્તુ એવો અર્થ થઈ શકે. આનો તાત્પર્યાર્થ આમ-તેમ વેરાયેલા ધાન્યકણોને શોધવા માટે એવો થાય. પ્રશમરતિ • ૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy