________________
સ્કંધોનું જે કારણ છે તે પરમાણુ છે. (કારણ કે પરમાણુઓના ભેગા થવાથી અંધ બને છે.) પરમાણથી પણ લઘુ બીજો કોઇ નથી. આથી જ પરમાણુ બીજા દ્રવ્યથી રહિત હોવાથી પ્રદેશરહિત છે.
રૂપ-ગંધ-રસ-સ્પર્શ એ ચારગુણોને આશ્રયીને એકગુણથી આરંભી અનંતગુણમાં ભજનીય છે, અર્થાત્ રૂપ વગેરે કોઈ પરમાણુમાં એક ગુણ હોય, કોઇમાં બે ગુણ હોય, એમ વધતાં વધતાં કોઈ પરમાણુ અનંતગુણ હોય. આમ રૂપ વગેરે અનિશ્ચિત હોય. રૂપ વગેરે (ગુણો)ને સ્વીકારીને પરમાણુ સપ્રદેશ જ છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે- રૂપ વગેરે પરમાણુના સંબંધવાળા છે. આથી રૂપાદિ ગુણો અવયવ છે અને પરમાણુ અવયવી છે. આ દષ્ટિએ પરમાણુ સપ્રદેશ છે. પણ અન્ય દ્રવ્યની દષ્ટિએ તો પરમાણુ પ્રદેશરહિત છે.
પરમાણુ અંગે કહ્યું છે કે – “પરમાણુ કારણ જ છે, અંત્ય કારણ છે, સૂક્ષ્મ છે, નિત્ય છે, એક રસ-વર્ણ-ગંધવાળો, બે સ્પર્શવાળો અને કાર્યથી જણાય તેવો છે.”
કારણ જ છે– પરમાણુથી અન્ય યણુક ( બે અણુઓનો સ્કંધ) આદિ કાર્યો થાય છે. આથી તે કારણ બને છે. પણ તે કોઇમાંથી ઉત્પન્ન થતો ન હોવાથી કાર્યરૂપ બનતો નથી.
અંત્ય કારણ છે– દશ્યમાન ઘટાદિ કાર્યોમાં પરંપરાએ અનેક કારણો હોય છે. તેમાં અંતિમ જ કારણ છે તે પરમાણુ છે.
સૂક્ષ્મ છે– એકલો પરમાણુ આંખથી ન જોઇ શકાય તેવો સૂક્ષ્મ હોય છે. નિત્ય છે- તેનો કદી નાશ થતો નથી. તેના પર્યાયો બદલાય પણ સર્વથા નાશ કદી ન થાય, અર્થાત્ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ તો નીલ આદિ રૂપથી જ અનિત્ય જ છે.
પરમાણુમાં કોઇ પણ એક રસ, કોઈ પણ એક ગંધ, કોઈ પણ એક વર્ણ અને બે સ્પર્શ (ઋસ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક પ્રકારના બે સ્પર્શી હોય છે. કાર્યથી જણાય છે– એકલો પરમાણુ કદી આંખોથી દેખાતો નથી અને
પ્રશમરતિ - ૧૭૬