SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગને કહે છેગાથાર્થ સ્વજન, ધન અને ઇન્દ્રિય સુખનો ત્યાગ કરવાથી સાધુ ભય અને કલહનો ત્યાગી બને છે, અહંકાર-મમતાનો ત્યાગી બને છે. વિષય આદિનો ત્યાગ કરવા દ્વારા આત્માનો ત્યાગી બને છે અને ધનનો ત્યાગી બને છે. (૧૭૩) सत्यमाहअविसंवादनयोगः, कायमनोवागजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च, जिनवरमतेऽस्ति नान्यत्र ॥ १७४ ॥ विसंवादनम्-अन्यथा स्थितस्यान्यथात्वभाषणं, गां अश्वं अश्वं गामिति भाषते, तेन योगः-सम्बन्धो, न विसंवादनयोगोऽविसंवादनयोगः, सत्यं यथादृश्यमानवस्तुभाषणं, तथा कायमनोवाचामजिह्मता-अकुटिलतेति समासः । सत्यं चतुविधं जिनवरमतेऽस्ति नान्यत्रेति व्यक्तम् ॥ १७४ ॥ સત્યને કહે છેગાથાર્થ– વિસંવાદનયોગનો અભાવ અને મન-વચન-કાયાની સરળતા એમ સત્ય ચાર પ્રકારનું છે. તે સત્ય જૈનસિદ્ધાંતમાં જ છે, બીજે ક્યાંય નથી. ટીકાર્થ– વિસંવાદનયોગનો અભાવ=બીજી રીતે રહેલ વસ્તુને બીજી રીતે કહેવી તે વિસંવાદન. જેમ કે ગાયને આ અશ્વ છે, એમ કહે. અશ્વને આ ગાય છે, એમ કહે. આવા વિસંવાદનની સાથે સંબંધ તે વિસંવાદન યોગ. આવા વિસંવાદન યોગનો અભાવ. સત્ય વસ્તુ જેવી દેખાતી હોય તેવી કહેવી તે સત્ય. [મનની સરળતા=બીજાને ઠગવા આદિના વિચારો ન કરવા. વચનની સરળતા=સત્ય પરિસ્થિતિને ન છૂપાવવી, અસત્ય પરિસ્થિતિને ઊભી ન કરવી. કઠોર, કટુ અને સાવદ્ય વચનો ન બોલવા. કાયાની સરળતા=અન્યને છેતરવા આદિની પ્રવૃત્તિ ન કરવી.] (૧૭૪) પ્રશમરતિ • ૧૩૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy