________________
શ્રી કુલક સમુચ્ચય
१९
दशश्रावक कुलकम्
वाणियगामपुरम्मि, आणंदो जो गिहवई आसी । सिवनंदा से भज्जा, दस सहस्स गोउला चउरो ।। १ ।। निहिविवहारकलंतर ठाणेसुं कणयकोडिबारसगं । सो सिरिवीरजिणेसर- पयमूले सावओ जाओ ।।२।। चंपाई कामदेवो, भद्दाभज्जो सुसावओ जाओ । छग्गोउल अट्ठारस, कंचनकोडीण जो सामी ।। ३॥ कासीए चुलणिपिया, सामा भज्जा य गोउला अट्ठ । चउवीस कणयकोडी, सड्डाण सिरोमणी जाओ । । ४ । । कासीई सूरदेवो, धन्ना भज्जा य गोउला छच्च । कणयद्वारसकोडी, गहीयवओ सावओ जाओ ।। ५॥
૮૬
વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે જે ગૃહસ્થ હતો, તેને શિવાનંદા નામે સ્ત્રી હતી અને દશ દશ હજાર ગાયોનાં ચાર ગોકુળો હતાં ||૧||
ર
તેની પાસે ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજમાં ચાર ચાર ક્રોડ એમ કુલ બાર ક્રોડ સોનૈયા હતા, તે આનંદ શ્રી મહાવીર જિનેશ્વરના ચરણસેવક શ્રાવક થયા. ।।૨।। ચંપા નગરીમાં ભદ્રા નામની સ્ત્રીનો પતિ કામદેવ પ્રભુ મહાવીરનો સુશ્રાવક થયો, તે છ ગોકુલ અને અઢાર ક્રોડ સોનૈયાનો સ્વામી હતો. ।।૩।।
કાશીમાં શ્રાવકોમાં શિરોમણિ ચુલની પિતા નામે પ્રભુ મહાવીરનો શ્રાવક થયો. તેને શ્યામા નામની સ્ત્રી હતી. આઠ ગોકુળો તેમજ ચોવીસ ક્રોડ સોનૈયા હતા. ||૪||
કાશીમાં સુરદેવ નામે ગૃહસ્થ હતો, તેને ધન્યા નામે સ્ત્રી હતી, છ ગોકુળો તથા અઢાર ક્રોડ સોનૈયા હતા. તે વ્રત ગ્રહણ કરીને પ્રભુ મહાવીરનો શ્રાવક થયો. ।।૫।।