SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય संवेगमंजरी कुलकम् (ર્તા : અજ્ઞાત) सद्देसणमलयानिल-मंजरिअविसुद्धभावसहयारो । जयइ जयाणंदयरो, वसंतसमउव्व जिणवीरो ।। १ ।। संसारसायरं दुत्तरंपि लीलाइ किल समुत्तिणा । संवेगपवहणगया, सप्पुरिसा भरहमाईआ ।। २ ।। तारे जीव ! तुमंपि हु लहिउं मणुअत्तणाइसामग्गिं । संवेगपवहणगओ, भवजलहिं कीस न तरेसि ? ।। ३ ।। न पुणो पुणो वि एअं, तुह संभावेमि जीव ! सामाग्गिं । तारे हारेसि कहं, पमायमइराइ उम्मत्तो ? ।।४। १८ ८० શ્રમણ ભગવાન મહાવીર જાણે વસંત ઋતુ બનીને અવતર્યા. દેશનાના વાસંતી વાયરા વહેતા મૂક્યા અને ભવ્ય જનોના હૈયાના ભાવની મંજરીઓ જાણે મહોરી ઉઠી. એ વસંતનો સદા જય હો !||૧|| ભરત મહારાજા જેવા મહાપુરુષો સંવેગરુપી જહાજને પામીને દુસ્તર એવા સંસાર સાગરને લીલામાત્રમાં-૨મતાં રમતાં તરી ગયા ||૨|| તો હે આત્મન્ ! મનુષ્ય જન્માદિ સામગ્રી તને મળી જ છે, એનો લાભ લઇ સંવેગ રુપી નાવડીના સહારે ભવસાગરને પાર પામવાનો પ્રયાસ તું શા માટે નથી કરતો ? ।।૩।। હે આત્મન્ ! હું નથી માનતો કે આવો અવસર વારંવાર તને મળે. તું તો પ્રમાદના નશામાં ઉન્મત્ત બનીને આ સામગ્રીને શા માટે વેડફી રહ્યો છે ? ||૪||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy