________________
७४
શ્રી કુલક સમુચ્ચય जिणवयणभाविएणं, सुत्तत्थसमग्गपारगेणं पि । भवभमणभीरुगेणं, सुहसंसग्गिं पवण्णेणं ।।३६।। अवगयपरमत्थेणं, निच्चं सज्झाय-झायगेण मए। . વિવિગ, સપટેમાર્ગ હી વંતિકું? iારૂછા जह लद्धलक्खचोरो, हरमाणो नेव नज्जए दविणं । तहवि गयं चिअदीसइ, मणं पि एअं कहं होमि ? ।।३८।। हुंदुक्करे वि मग्गे, एगो इत्येव हवइ हु उवाओ । खणमित्तं पि न दिज्जइ, मणपसरोजं पमायस्स ।।३९।। परमत्थं जाणंतो, दंसिअमग्गे सयावि वढ्तो । जइ खलइ कोवि कहमवि, सरणं भवियव्वया तत्थ ।।४०।। कित्तियमित्तं बहुसो, भणिमो मणनिग्गहकारणपयंमि । धनाण इत्तिअंपिहु, जायइ चिंतामणि-समाणं ।।४१।।
| જિનવચનથી ભાવિત થયેલો, સમગ્ર સૂત્ર-અર્થનો પારગામી, ભવભ્રમણનો ડર પણ છે, સજ્જનોની સંગત પણ છે, નિત્ય સ્વાધ્યાય અને ધ્યાનમાં રક્ત, પરમાર્થને પામેલો હોવા છતાં હું કેટલીક વાર મારા મનને ઉન્માર્ગે પહોંચી ગયેલું જોઉં છું. /૩૬-૩૭Tી
ચોરી કરી ગયેલા અઠંગ ચોરને આપણે જોઈ શકતા નથી. આપણને તો ચોરાઇ ગયેલા ધનની જ જાણ થાય છે, મનનું પણ આવું જ છે. મારે શું કરવું ? T૩૮.
હા, કામ દુષ્કર છે, પણ એક ઉપાય સ્પષ્ટ જણાય છે, એક ક્ષણ પણ પ્રમાદને મનમાં સ્થાન નહીં આપવું. [૩૯ /
પરમાર્થને જાણતો હોય, જ્ઞાનીઓના માર્ગે ચાલતો હોય તો પણ કોઇકવાર સાધક મનની ચાલબાજીમાં સપડાઇ જતો હોય તેવું બને. આવા સમયે સાધકે ભવિતવ્યતાને યાદ કરવી કે “આ પણ નિયતિનો ક્રમબદ્ધ પર્યાય હશે.” T૪૦ ||
અપ્રમાદી રહેવું એ મનોનિગ્રહની ગુરુચાવી છે. વિશેષ શું કહેવું ? કેટલું કહેવું ? સભાગી સાધકને આમાંથી ચિંતામણિ રત્ન સમાન બધું મળી રહેશે. ૪૧)