________________
શ્રી કુલક સમુચ્ચય आवडिए जिअ ! दुक्खे, जाणामि किह सुंदरो हवइ धम्मो । संपइ पुण गयधम्मो, परलोए होसि अहह कहं ? ।।२४।। इंदिअलोलो कोवि हु, वट्टइ सद्दाइएसु विसएसु। तहवि न होइ तित्ती, तण्हच्चिअवित्थरइ नवरं ।।२५।। इंदिअधुत्ताण अहो ! तिलतुसमित्तं पि देसु मा पसरं । अह दिन्नो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो ।।२६।। धत्तूरभामिओ इव, ठगधत्तेणं वधुत्तिओ संतो। भूएण व संगहिओ, वाएण व दिट्ठिमोहेणं ।।२७।। जह एए अवरेहि, जुत्तिसहस्सेहिं पण्णविज्जता । ताणं चिअ गहिलत्तं, अविअप्पं वाहरंति सया ।।२८।। तह रागाइवसट्टो, न मुणसि थेवंपि कज्जपरमत्थं । अह मुणसि तो पयंपहि, चरिएणं कह विसंवयसि ? ।।२९।।
હે જીવ ! જ્યારે દુઃખ આવી પડશે ત્યારે ધર્મ તને વહાલો લાગશે એ હું જાણું છું. આજે તો તું ધર્મરહિતપણે રહેલો છે. અરેરે ! પરલોકમાં તારું શું થશે ? માર૪ /
ઇન્દ્રિયસુખનો લોલુપી કોઇપણ જીવ શબ્દાદિ વિષયોમાં આળોટે છે છતાં પણ તેને તૃપ્તિ થતી નથી, ઉલટાની તૃષ્ણા વધે જ છે. સારપી.
હે આત્મન્ ! ધૂર્ત જેવી ઇન્દ્રિયોને તલના ફોતરા જેટલોય અવકાશ આપીશ નહિ, જો આપશે તો જ્યાં એક ક્ષણ ક્રોડો વર્ષ સમાન છે, તે સ્થાનમાં તને લઇ જશે. ર૬ //
નશામાં ભાનભૂલેલા વ્યસની, ઠગની વાજાળથી ભરમાયેલા, ભૂત જેને વળગ્યું છે એવા, વિચારવાયુ કે સ્મૃતિભ્રંશ વાળા કોઇ માણસને ડાહ્યા પુરુષો ભલે હજારો યુક્તિઓથી સમજાવે તો પણ નહિ માને, તે તો ડાહ્યા લોકોને જ પાગલ કહી દેતા અચકાશે નહિ. ર૭-૨૮ |
તેમ રાગાદિથી પરવશ બનેલો તું પણ વાસ્તવિકતાને સમજવાની શક્તિ ગુમાવી બેઠો છે, જો આવું ન હોય તો તારુ વર્તન આવું વિપરીત શા માટે છે ? ર૯//