________________
૭૧
મનોનિગ્રહભાવના કુલકમ્ साहूण सावगाण य, धम्मे जो कोई वित्थरो भणिओ। सो मणनिग्गहसारो, जं फलसिद्धी तओ भणिया ।।१८।। जत्थ मणो तरलिज्जइ, सो संगो दूरओ उ चइयव्वो । बहुरयण-सणाहेणं, दुज्जयचोराण जह पंथा ।।१९।। जिअ ! अज्जं अह कल्ले, परलोए तुह पयाणयं होही । दीहरसंसारकए, निरंकुसं कह मणं कुणसि ? ।।२०।। किमहं करेमि कस्स व, कहेमि चिंतेमि अहव किं तत्तं ? जेण मणं पसरंतं, धारेमि मत्तहत्थिव्व ।।२१।। संपइ सत्थसरीरे, समरंति न जीव पुव्वदुक्खाई। कहिएसु न उव्वेओ, कह होहिसि तं न याणामि ।।२२।। जाणिअतत्तं पि मणो, धारिज्जइ दुक्करं सरलमग्गे । दुक्खं खुसिक्खविज्जइ, एसो अप्पा दुरप्पा हु ।।२३।।
સાધુધર્મ અને શ્રાવક ધર્મ જે વિસ્તારથી કહેવાય છે તેનો સાર મનનો નિગ્રહ છે. કેમકે મન નિગ્રહથી જ ફળની સિદ્ધિ બતાવી છે. II૧૮ મા
કિંમતી રત્નો સાથે હોય ત્યારે ચોરોની વસ્તીમાંથી આપણે જતાં નથી તે રીતે, મન ચંચળ બને તેવો સંગ દૂરથી જ ત્યાગ કરવો. TI૧૯ IT
હે જીવ ! તારે આજે કે કાલે પરલોકમાં તો જવું જ પડશે. તો શા માટે જેથી દીર્ધસંસાર થાય એ રીતે મનને નિરંકુશ રાખે છે ? /ર૦
ગાંડા હાથીની જેમ ભાગતા આ મનને સ્થિર રાખવા માટે હું શું કરું? કોને કહું ? અને કયા તત્વનું ચિંતન કરું ? |રવા!
હમણાં સ્વસ્થ શરીર છે ત્યારે જીવ પૂર્વના દુ:ખને યાદ કરતો નથી, ને કહીએ તો પણ એને ઉદ્વેગ થતો નથી. તો તારું ભવિષ્યમાં શું થશે? તે હું જાણતો નથી. /રરા
તત્ત્વને જાણતા પણ મનને સરળ માર્ગમાં સ્થિર રાખવો દુષ્કર છે. ખરેખર આ દુષ્ટ સ્વરુપવાળો આત્મા અત્યંત કષ્ટથી મેળવી શકાય છે. ર૩