________________
૫૮
શ્રી કુલક સમુચ્ચયા एवं रे जीव दुल्लभं बारसंगाण संपयं । संपयं पाविऊणेह पमाओ नेव जुज्जए ।।६।। पमाओ अजिणिंदेहिं अहा परिवज्जिओ। अन्नाणं संसओ चेव मिच्छानाणं तहेव य ।।७।। रागद्दोसो मइब्भंसो धम्ममि य अणायरो। जोगाणं दुप्पणिहाणं अहा वज्जियव्वओ ।।८।। वरं महाविसं भुत्तं वरं अग्गीपवेसणं । वरं सत्तूहि संवासो वरं सप्पेहि कालियं ।।९।। मा धम्मंमि पमाओ जं एगमच्चु य विसाइणा । पमाएणं अणंताणि जम्माणि मरणाणि य ।।१०।। चउदसपुव्वी आहारगा य मणनाणवीयरागावि । हुंति पमायपरवसा तयणंतरमेव चउगइया ।।११।।
એ પ્રમાણે રે જીવ ! ઉપર જણાવેલા મનુષ્યજન્માદિ બાર અંગની (પ્રકારની) સંપદા પામવી દુર્લભ છે. આવી સંપદા પામીને પ્રમાદ કરવો તે યોગ્ય નથી II૬IT
જિનેશ્વરે આઠ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરવાનો કહ્યો છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે-૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ દ્રષ, ૬ મતિભ્રંશ, ૭ ધર્મમાં અનાદર અને ૮ યોગનું દુષ્મણિધાન-આ આઠે પ્રકારનો ત્યાગ કરવો ૭-૮ |
મહાવિષ ખાવું સારું, અગ્નિમાં પ્રવેશ કરવો સારો, શત્રુની સાથે વસવું સારું અને સર્પદંશથી કાળધર્મ પામવો સારો પરંતુ ધર્મમાં પ્રમાદ કરવો સારો નહીં, કારણ કે વિષાદિના પ્રયોગથી તો એક વાર મૃત્યુ પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રમાદવડે તો અનંતા જન્મમરણ કરવા પડે છે. (૯-૧૦ ||
ચૌદપૂર્વી, આહારક શરીરની લબ્ધિવાળા, મન: પર્યવજ્ઞાની અને વીતરાગ (અગ્યારમે ગુણસ્થાનકે પહોંચેલા) તે પણ પ્રમાદના પરવશપણાથી તદનંતર ચારે ગતિમાં ગમન કરે છે. માનવામાં