SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્માવબોધ કુલકર્ ૫૩ ' सयमेव कुणसि कम्मं, तेण य वाहिज्जसि तुमं चेव । રે નીવ ! અપ્પવેરિ ! અન્નK ય તેમિનિટોનું ।।૨।। तं कुणसि तं च जंपसि, तं चिंतसि जेण पडसि वसणोहे | एयं सगिहरहस्सं, न सक्किमो कहिउमन्नस्स ।। २६ ।। पंचिदियपरा चोरा, मणजुवरन्नो मिलित्तु पावस्स । निअनिअअत्थे निरता, मूलट्ठि तुज्झ लुंपंति ।। २७ ।। हणिओ विवेगमंती, भिन्नं चउरंगधम्मचक्कं पि । मुट्ठे नाणाइधणं, तुमं पि छूढो कुगइकूवे ।। २८ ।। હે જીવ ! તું પોતે જ કર્મ ઉપાર્જન કરે છે અને તેનાથી જ નિશ્ચય ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે, તે છતાં હે આત્મ વૈરી ! હે જીવ ! તું બીજાને શા માટે દોષ આપે છે ? ।।૨૫।। હે આત્મન્ ! તું એવાં કામો કરે છે, એવા શબ્દો બોલે છે અને એવા વિચારો કરે છે, જેથી તું પોતે જ દુ :ખના સમુદ્રમાં જઇ પડે છે, આ આપણા પોતાના ઘરની ગુપ્ત વાત બીજાને કહેવાને હું શક્તિમાન નથી, અર્થાત્ ઘરની ગુપ્ત વાત બીજે હું શું કહું ? ।।૨૬।। હે આત્મન્ ! પોતપોતાના સ્વાર્થમાં (વિષયમાં) આસક્ત એવા પાંચ ઇન્દ્રિયોરુપી મહાન ચોરો તારા પાપી મનરુપી યુવરાજની સાથે મળી જઇને (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ) તારી મૂળ સ્થિતિ (આત્મગુણરુપ મૂળ ધન) ને લૂંટી રહ્યા છે. ।।૨૭।। તેઓએ (ઇન્દ્રિઓએ) તારા વિવેકરુપી મંત્રીને હણી નાખ્યો, તારા ચતુરંગ (મનુષ્ય જન્મ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા અને સંયમવીર્ય રુપ) ધર્મ ચક્રને પણ ભેદી નાખ્યું, તારા જ્ઞાનાદિ ધનને ચોરી લીધું અને તને પણ દુર્ગતિરુપી કુવામાં નાખ્યો છે. ।।૨૮।।
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy