________________
પર
શ્રી કુલક સમુચ્ચય, जा सुविणे वि हु दिट्ठा, हरेइ देहीण देहसव्वस्सं । सा नारी मारी इव, चयसु तुह दुब्बलत्तेणं ।।२०।। अहिलससि चित्तसुद्धिं, रज्जसि महिलासु अहह मूढत्तं । નીનીમતિ વત્થામ, ઘવતિમાર્જિવિતારૂં? મારા मोहेणं भवे दुरिए, बंधिअखित्तोसि नेहनिगडेहिं । बंधवमिसेण मुक्का, पाहरिआ तेसु को राओ ? ।।२२।। धम्मो जणओ करुणा, माया भाया विवेगनामेणं । खंती पिया सुपुत्तो, गुणो कुडुंब इमं कुणसु ।।२३।। अइपालिआहिं पगइथिआहिं, जंभामिओसि बंधेउं । संते वि पुरिसकारे, न लज्जसे जीव ! तेणंपि ।।२४।।
માનસિક દુર્બળપણાથી સ્વપ્નમાં દેખવા માત્રથી પણ જે સ્ત્રી મનુષ્યના દેહનું સર્વસ્વ કરી લે છે, તે સ્ત્રીને મારી (મરકી)ના રોગ સરખી સમજીને તું તેનો ત્યાગ કર. | ૨૦ ||
હે જીવ ! તું મનશુદ્ધિની અભિલાષા રાખે છે અને સ્ત્રીઓમાં આસક્ત થાય છે. અહા ! કેવું મૂઢપણું ! ગળી સાથે મળેલા વસ્ત્રમાં ક્યાં સુધી ઉજ્જવળતા રહી શકે ? ||૧||
મોહરાજાએ તને સ્નેહરૂપી બેડીઓથી બાંધી સંસારરુપ કેદખાનામાં નાખ્યો છે અને બંધુઓને (માતા, પિતા, સગા સંબંધી વિગેરેને) રક્ષકના બહાનાથી (તું જેલમાંથી નાશી ન જાય માટે) પહેરેગીર તરીકે મૂક્યા છે, મારે સંસારમાં પૂરી રાખનારાં જેલર જેવાં તે બાંધવાદિ સ્વજનો પર રાગ શા માટે કરવો ? ||રરા
ધર્મ એ જ તારો પિતા, કરુણા જ તારી માતા, વિવેક તારો ભ્રાતા, ક્ષમા એ તારી પ્રિય સ્ત્રી અને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોરૂપ તારા ઉત્તમ પુત્રો છે એમ તું તારું અંતરંગ કુટુંબ બનાવ. તાર૩||
હે જીવ! તારામાં પુરુષકાર (અનંતબળ) હોવા છતાં પણ તે અતિપાલન કરેલી એવી કર્મ પ્રકૃતિરૂપ સ્ત્રીઓએ તને બાંધીને ચારે ગતિમાં પરિભ્રમણ કરાવ્યું, તેની તને (હજી) પણ શું લજ્જા નથી આવતી ? ||૪||