________________
૪૧
પુણ્યપાપફલ કુલકમ્ तिसयसगं चत्तकोडि, लक्खा बावीस सहस बावीसा । दुसय दुवीस दुभागा, सुराउबंधो य इगपहरे ।।५।। दसलक्ख-असीयसहसा, मुहूत्तसंखा य होइ वाससए। जइ सामाइअसहिओ, एगोवि अता इमो लाहो ।।६।। बाणवयकोडीओ, लक्खा गुणसट्ठि सहस्सपणवीसं । नवसयपणवीसजुआ, सतिहा अडभागपलियस्स ।।७।। वाससये घडिआणं, लक्खिगवीसं सहस्स तह सट्ठी । एगावि अधम्मजुआ, जइ ता लाहो इमो होइ ।।८।।
ત્રણસો સુડતાલીસ ક્રોડ, બાવીસ લાખ, બાવીસ હજાર, બસો અને બાવીસ અને ઉપર પલ્યોપમના નવભાગ કરીએ તેવા બે ભાગ પલ્યોપમ (૩૪૭ ક્રોડ રર લાખ
,૨૨૨+ - પલ્યોપમ) આટલું દેવગતિનું આયુષ્ય એક પ્રહર સુધી ધર્મ (સમતા) કરવાથી બંધાય છે. પા.
સો વર્ષના આયુષ્યમાં મુહૂર્તી (બે ઘડીઓ) દસ લાખ અને એંશી હજાર (૧૦,૮૦,૦૦૦) થાય છે, તેમાનું જો એક મુહૂર્ત પણ સામાયિકમાં જાય તો આગળની સાતમી) ગાથામાં કહીશું તેટલો લાભ થાય છે. (૬TI
બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસો પચ્ચીસ અને ઉપર એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેવા એક તૃતીયાંશ સહિત આઠ ભાગ (૯૨,૫૯,૨૫,૯૨૫ + + 1) પલ્યોપમ આટલું દેવગતિનું આયુષ્ય બે ઘડીના સામાયિકમાં બંધાય છે. ૭
સો વર્ષની ઘડીઓ એકવીસ લાખ અને સાઠ હજાર (ર૧,૬૦,૦૦૦) થાય, તેમાંથી એક ઘડી પણ જો ધર્મયુક્ત જાય, તો (આગલી નવમી ગાથામાં કહેશે તેટલો લાભ થાય છે. | ૮ ||