________________
૩૫
हत्थिंमि समारूढा, रिद्धिं दट्टुण उसभसामिस्स । तक्खणसुहझाणेणं, मरुदेवी सामिणी सिद्धा ।। १० ।। पडिजागरमाणीए, जंघाबलखीणमण्णिआपुत्तं । સંપત્તòવલાદ્, નમો નમો પુષ્હપૂનાણું ।।o o।। पन्नरसयतावसाणं, गोअमनामेण दिन्नदिक्खाणं । उप्पन्नकेवलाणं, सुहभावाणं नमो ताणं ।। १२ । जीवस्स सरीराओ, भेअं नाउं समाहिपत्ताणं । उप्पाडिअनाणाणं, खंदकसीसाण तेसिं नमो ।। १३ ।। सिरिवद्धमाणपाए, पूयत्थी सिंदुवारकुसुमेहिं । માવેળ સુરતોણ, તુળજ્ઞનારી મુ ં પત્તા ।।o૪।। भावेण भुवणनाहं, वंदेउं ददुरो वि संचलिओ । માિ અંતરાને, નિયનામળો સુરોનાએ ।।૯।।
શ્રી ભાવ કુલકર્મ
હાથીના સ્કંધ ઉપર આરુઢ થયેલા મરુદેવી માતા ઋષભદેવ સ્વામીની તીર્થંક૨૫ણાની રિદ્ધિ-સિદ્ધિ દેખીને શુભ ધ્યાનથી (એકત્વ-અન્યત્વ ભાવનાથી) અંતકૃત્ કેવળી થઇ તત્કાળ મોક્ષપદ પામ્યાં. ||૧૦||
ક્ષીણ જંઘાબળવાળા અણિકાપુત્ર આચાર્યની શુભભાવથી સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે પુષ્પચૂલા સાધ્વીને પુનઃ પુનઃ નમસ્કાર હો. ||૧૧|| ગૌતમ સ્વામીએ જે પંદરસો તાપસોને દીક્ષા આપી અને જેઓને શુભભાવ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેઓને નમસ્કાર હો. ।।૧૨।।
પાપી પાલકે યંત્રમાં પીલવા છતાં જીવથી શરીરને ભિન્ન જાણીને સમાધિમાં રહેલા જેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે સ્કંદસૂરિના સર્વે શિષ્યોને નમસ્કાર હો. ।।૧૩।। શ્રી વર્ધમાનસ્વામીના ચરણને સિંદુવારનાં ફૂલથી પૂજવાને ઇચ્છતી દુર્ગાતાનારી શુભભાવ વડે સુખને પામી. (કાળ કરીને દેવગતિમાં ઉત્પન્ન થઇ) ।।૧૪।।
(નંદ મણીઆરનો જીવ) દેડકો પણ ત્રણ ભુવનના નાથ શ્રીવર્ધમાનસ્વામીને સમવસરેલા જાણીને ભાવથી વંદન ક૨વા ચાલ્યો, ત્યાં માર્ગમાં જ ઘોડાની ખરી નીચે કચડાઇને મરણ પામ્યો છતાં શુભભાવથી નિજનામાંકિત-દર્દુરાંક નામે દેવ થયો. । ।૧૫।।