________________
૧૦૯
સંવિગ્નસાધુયોગ્ય નિયમકુલકમ્ अह चारित्तायारे, नियमग्गहणं करेमि भावेणं । बहिभूगमणाइसुं, वज्जे वत्ताइं इरियत्थं ।।११।। अपमज्जियगमणम्मि, असंडासपमज्जिउंच उवविसणे । पाउंछणयं च विणा, उवविसणे पंचनमुक्कारा ।।१२।। उग्घाडेण मुहेणं, नो भासे अहव जत्तिया वारा। भासे तत्तियमित्ता, लोगस्स करेमि उस्सग्गं ।।१३।। असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा । सक्कीयमुवहिं च तहा, पडिलेहंतो न बेमि सया ।।१४।।
હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમો ભાવ સહિત અંગીકાર કરું છું.
૧. ઇર્યાસમિતિ-વડીનીતિ, લઘુનીતિ કરવા અથવા આહાર-પાણી વહોરવા જતાં-આવતાં ઇર્યાસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) રસ્તામાં વાર્તાલાપ વિગેરે કરવાનું હું ત્યાગ કરું છું. I/૧૧//
દિવસે દષ્ટિથી કે રાત્રિએ દંડાસનથી પૂંજ્યા-પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તો, અંગ-પડિલેહણ વગેરે સંડાસા કે આસન પડિલેહ્યા-પ્રમાર્યા વગર બેસી જવાય તો અને કટાસણા-કાંબળી વગર બેસી જવાય તો (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા (પાંચ ખમાસમણા દેવા અથવા પાંચવાર નવકાર મંત્રનો જાપ કરવો.) I૧૨ાાં
૨-ભાષાસમિતિ-ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ બોલું અથવા ભૂલ જેટલી વાર ઉઘાડે મુખે બોલાઇ જાય તેટલી વાર (ઇરિયાવહીપૂર્વક) એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરું II૧૩ી
આહાર-પાણી વાપરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કોઇ મહત્ત્વના કાર્ય વિના કોઇને કાંઇ કહું નહિ, એટલે કે કોઈ સાથે વાર્તાલાપ કરું નહિ, એ જ રીતે મારી પોતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બોલું નહિ. (વડીલની આજ્ઞા વગેરે કારણે બોલવું પડે તો જયણા) TI૧૪ /